સુરતની રંગોલી આર્ટિસ્ટ અંજલી સાલુંકે અને તેમની ટીમે એક વિશાળ રંગોળી તૈયાર કરી છે. ઈસરોના વૈજ્ઞાનિકોને ખાસ શુભેચ્છા પાઠવવા માટે સુરતના રંગોલી આર્ટિસ્ટો દ્વારા આ રંગોળી તૈયાર કરવામાં આવી છે. 24 કલાકની મહેનત બાદ 24 જેટલા રંગોની મદદથી 15x12 ની રંગોળી તૈયાર કરવામાં આવી છે.જે પણ આ રંગોળી જુએ છે તેની નજર આ રંગોળી પર થી હટતી નથી. 22મી જુલાઇના રોજ ISRO ચંદ્રયાન-2 મિશનમાં ચંદ્ર ઉપરવાનો છે. જેને લઈ દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ નિમિત્તે સુરતના બોડી આર્ટિસ્ટો દ્વારા ચંદ્રયાન 2ની જેમ જ દેખાતી રંગોળી બનાવી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ચંદ્રયાનને લોન્ચ કરવામાં માત્ર ગણતરીના કલાકો બાકી છે.
સુરતવાસીઓએ ચંદ્રયાન-2ની બનાવી અનોખી રંગોળી, એક વાર જોશો તો તમારી પણ નજર નહીં હટે ! - Bahubali
સુરત : ઈસરોના ચંદ્રયાન-2ના બાહુબલી રોકેટની બાહુબલી રંગોળી સુરતમાં તૈયાર કરવામાં આવી છે. ભારત માટે અતિ મહત્વકાંક્ષી ચંદ્રયાન-2ને ચંદ્ર પર ઉતારવાની તૈયારી ISROએ કરી લીધી છે. રિહર્સલ પણ થઈ ગયું છે. ત્યારે દેશ વિદેશના લોકોની નજર હવે 22મી જૂલાઈએ શ્રી હરિકોટા પર રહેશે. આથી સુરત ખાતે સુરતીઓએ ઈસરોને શુભેચ્છા પાઠવતી ખાસ રંગોલી બનાવી છે. જેને જોઈ લોકોને પહેલી નજરમાં ચંદ્રયાન 2ની ઝલક જોવા મળી રહી છે.
આ રંગોળીને જોઈ લોકો ક્યારે સેલ્ફી લઈ રહ્યા છે, તો ક્યારેક મોબાઈલમાં ફોટા લઈ રહ્યા છે. લોકો માટે આ ચંદ્રયાન બાહુબળીની રંગોળી ચર્ચાનો વિષય બની ગયું છે. રંગોળી જોવા માટે આવેલા લોકો ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છાએ પાઠવી રહ્યા છે.
22મી જુલાઇના રોજ ભારત જ નહીં વિશ્વની નજર શ્રીહરિકોટા પર રહેશે, ત્યારે ઈસરોના વૈજ્ઞાનિકોને લોકે શુભેચ્છા પાઠવી રહ્યા છે.ત્યાં બીજી તરફ સુરતના રંગોલી આર્ટિસ્ટો દ્વારા 24 કલાકની મહેનત બાદ તૈયાર કરવામાં આવેલી રંગોલી થકી ઈસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવવા અનોખી રીતે આયોજન કરવામાં આવ્યું છે.