ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: પોલીસ પુત્ર અફીણ અને ગાંજાની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયો

સુરતમાં ચરસ અને ગાંજાની હેરાફેરી કરતો પોલીસ પુત્ર ઝડપાયો હોવાની વિગતો મળી રહી છે. સોશિયલ મીડિયામાં મેસેજ કરી માલ મંગાવતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રમકડા અને નમકીનના પેકેટમાં ગ્રાહકને ગાંજો મોકલાવાતો હતો.

પોલીસ પુત્ર પાસેથી અફીણ અને ગાંજાની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
પોલીસ પુત્ર પાસેથી અફીણ અને ગાંજાની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 2:27 PM IST

પોલીસ પુત્ર પાસેથી અફીણ અને ગાંજાની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

સુરત: શહેરમાં પોલીસ પુત્ર જ ચરસ અને ગાંજાની હેરાફેરી કરતો પોલીસના જ હાથે રંગેહાથ ઝડપાયો ગયો હોવાની ઘટના સામે આવી છે. સુરત શહેર જે દેશમાં વેપારી અને ઔદ્યોગિક શહેર છે. આ સુરત શહેરમાં ડ્રગ્સનો ધંધો કોઈ કરી ના શકે તેની માટે સપ્ટેમ્બર 2020 થી અત્યાર સુધી નો ડ્રગ્સ ઇન સુરતની જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેના ખૂબ જ સારા પરિણામો મળી રહ્યા છે. આ ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે રાતે ઉમરા પોલીસને મોટી સફળતા મળી છે.

ગાંજાની હેરાફેરી:પોલીસ પુત્ર જ ચરસ અને ગાંજાની હેરાફેરી કરતો ઝડપાયો છે. પોલીસ પુત્ર પાસેથી અફીણ અને ગાંજાની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. ઉમરા પોલીસે સિટીલાઇટ વિસ્તારમાંથી આરોપી દિવ્યેશ કડવાને ડીલેવરી આપવા આવતા ઝડપી લીધો હતો. જેઓના પિતા સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી પાસેથી 8 ગ્રામ જેટલો ગાંજો અને 198 ગ્રામ જેટલું ચરસ મળી આવ્યું છે.

"ગઈકાલે વેસું પોલીસ સ્ટેશનના સર્વલેન્સની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક ઈસમ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરતા તાત્કાલિક તેને રોકી લીધો હતો. તેની પૂછપરછ કરતા પોતાનું નામ દિવ્યેશ કડવા હોવાનું જણાવ્યું હતું. તેની પાસે પોલીસે આસરે 8 ગ્રામ જેટલો ગાંજો અને 198 ગ્રામ જેટલું ચરસ મળી આવ્યું હતું. જેથી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી ગુન્હો નોંધી નામદાર કોર્ટમાં તરફે 4 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે."--વિજય મનોદરા (એસીપી)

ગાંજો અને ચરસ રમકડા: વધુમાં જણાવ્યું કે, આરોપીએ નવસારીના સુલેમાન નામના ઈસમ પાસેથી સ્નેપચેટ મારફતે મેસેજ કરી ગાંજો મંગાવ્યો હતો. તથા ચરસ વરાછાના વિજય વઘાસિયા નામના ઇસમને વોટ્સએપ તથા ટેલિગ્રામ મેસેજ કરીને મંગાવ્યો હતો. આરોપી અમારા પોલીસ વિભાગના એમટી શાખામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પુત્ર છે. છેલ્લા આઠ મહિનાથી તે પરિવારથી અલગ થઇ બ્રેડ નાયરલ સર્કર અલથાણ પાસે રહે છે.

કુરિયર વાળા ઘરે:આરોપી દ્વારા સરસ અને ગાંજો મંગાવવા માટે સ્નેપચેટ, વોટ્સેપ તથા ઇન્સ્ટાગ્રામ મારફતે મેસેજ કરીને મંગાવતા હતા. જે તે માલનું પેમેન્ટ આંગડિયા મારફત મોકલવામાં આવતો હતો. તથા મોકલનાર વ્યક્તિ રમકડા કાંતો પછી નમકીનમાં પેકેટમાં માલ મોકલી આપતો હતો. આરોપી કોઈપણ વખત સામે વાળાને સાચું સરનામું આપતો ન હતો. જ્યારે પણ માલ આપવા વાળો એટલે કુરિયર વાળો ઘરે પહોંચતો હતો. ત્યારે ત્યાં ઘરનું એડ્રેસ ખોટું નીકળે ત્યારે જે મોબાઈલ નંબર આપવામાં આવતો હતો. તેમાં ફોન કરીને કુરિયર વાળાને કોઈ બીજી જગ્યા ઉપર બોલાવી માલ લેતો હતો. ચારેક મહિનાથી આ કાર્ય સાથે તે સંકળાયેલો છે.

  1. Surat Diamonds: હીરા ગીરા રે સુરત કે બાઝાર મેં... ડાયમંડ શોધવા લોકોની પડાપડીનો વીડિયો વાયરલ
  2. Operation Wanted: સુરત પોલીસે 'ઑપરેશન વોન્ટેડ' અંતર્ગત દોઢ વર્ષમાં નાસતાં-ફરતાં 183 ભાગેડુ ઝડપી પાડ્યા

ABOUT THE AUTHOR

...view details