ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: રેન્જ EPFOએ કોવિડ-19ના 25200 દાવાની પતાવટની પ્રક્રિયા હાથ ધરી - Surat Range EPFO settled 25,200 Kovid 19 claims

ગુજરાતમાં સૌથી વધારે શ્રમિક સુરતમાં રહે છે અને કોરોના વાઇરસને કારણે તમામ લોકોની આર્થિક કમર તુટી ગઈ છે. તો કેટલાક લોકોની બચત પર સંકટ આવી પડયુ છે. આ જ કારણે હવે લોકો સંકટ સમયે તેમની બચત મૂડી ઉપાડી રહ્યા છે. સરકારની ખાસ યોજના મુજબ સુરત રેન્જ EPFOએ કોરોના કાળમાં 50 ટકા કર્મચારીઓ સાથે 25,200 દાવાની પતાવટની પ્રક્રિયાને હાથ ધરવામાં આવી અને પીએફ ધારકોને 48.35 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

etv bharat
સુરત રેન્જ EPFO એ 25,200 કોવિડ 19 દાવાની પતાવટની પ્રક્રિયાને હાથ ધરી, લોકોને 48.35 કરોડ રૂપિયા આપ્યા

By

Published : Sep 18, 2020, 3:08 PM IST

સુરત: પીએફ ધારકો પણ કોરોના સંકટ સમયે EPFOમાં તેમની બચત મૂડી ઉઠાવી રહ્યા છે. સુરત રેન્જ સુરત, તાપી, નવસારી અને વલસાડ માંથી કચેરીએ કોવિડ 19ના 25,200 દાવાની પતાવટની પ્રક્રિયાને હાથ ધરવામાં આવી છે.તમામ ઓનલાઇન પ્રક્રિયાના કારણે ઝડપી પતાવટ થતા પીએફ ધારકોને રાહત મળી છે.માત્ર છ મહિનામાં પ્રોવિડન્ડ ફંડમાંથી કોવિડ

સુરત રેન્જ EPFO એ 25,200 કોવિડ 19 દાવાની પતાવટની પ્રક્રિયાને હાથ ધરી, લોકોને 48.35 કરોડ રૂપિયા આપ્યા
ક્લેમ કરી પીએફ ધારકોએ 48.35 કરોડ રૂપિયા ઉપાડાયા છે. EPFO દ્વારા કોરોના સંકટ સમયે લોકોને તેમના પીએફ ફંડમાંથી પૈસા ઉપાડવામાં મુશ્કેલી ન પડે તે માટે તમામ પ્રયત્નો કરાઈ રહ્યા છે. પ્રક્રિયા ઝડપી બનાવવા માટે વિભાગે આજે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કર્યું છે. જે દાવાની પતાવટની પ્રક્રિયાને ઝડપી બનાવી રહી છે.લોકડાઉનના લીધે ઘણા નોકરીયાત લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં સરકારે લોકોને થઇ રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાની પરવાનગી આપી હતી. ત્યારબાદ લાખો લોકોએ પીએફ ઉપાડવા માટે ઇપીએફઓ પાસે ઓનલાઇન અને એપ પર અરજી કરવામાં આવી હતી.કોવિડ 19 સિવાય અન્ય કારણો સર કરવામાં આવેલા 87600 દવાઓનો નિકાલ કરવામાં આવ્યો છે.જેના થકી આ પીએમ ધારકોને 310 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.પીએફઓના વિભાગમાં કર્મચારીઓની મોટી અછત છે. તેમ છતાં અમે દાવાની પતાવટની કામગીરીમાં લેવાયેલો સરેરાશ સમય 10 દિવસથી ઘટાડીને 3 દિવસ કરી દીધો છે. તેમણે લોકડાઉન દરમિયાન અમે 50 ટકા કર્મચારીઓ સાથે સતત કામ કર્યું છે. પરંતુ દાવાની પતાવટમાં મોડું થવા દીધું નથી. માત્ર 72 કલાકમાં લોકોને ક્લેમની રકમ મળી જાય છે.

ABOUT THE AUTHOR

...view details