ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં છત્રપતિ શિવાજીની જયંતી પર શોભાયાત્રા, યુવકોએ કર્યું CAAનું સમર્થન - છત્રપતિ શિવાજી જયંતિ પર શોભાયાત્રા

છત્રપતિ શિવાજી મહારાજની 390મી જન્મ જયંતી નિમિત્તે સુરતમાં વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં CAAના સમર્થનમાં યુવાકો જોડાયા હતાં.

Chhatrapati Shivaji Jayant
છત્રપતિ શિવાજી જયંતિ પર શોભાયાત્રા

By

Published : Feb 19, 2020, 2:32 PM IST

સુરત: છત્રપતિ શિવાજી મહારાજની 390મી જન્મ જયંતી નિમિત્તે સુરતમાં અલગ અલગ સામાજિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં CAAના સમર્થનમાં યુવાકો જોડાયા હતાં. આશરે ત્રણ કિલો મીટર લાંબી શોભાયાત્રામાં કેસરી ભગવો લહેરાતો જોવા મળ્યો હતો.

છત્રપતિ શિવાજી જયંતિ પર શોભાયાત્રા

આ શોભાયાત્રામાં ભારતના ઘડવૈયાઓની ઝાંખી પણ જોવા મળી હતી. આ સાથે જ બાળકોએ અલગ અલગ વેશભૂષા પણ ધારણ કરી હતી. સુરતમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતેથી નીકળેલી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો જોડાયા હતાં.

છત્રપતિ શિવાજી જયંતિ પર શોભાયાત્રા

નીલગીરી ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન થયેલી શોભાયાત્રામાં યુવાઓએ CAAને સમર્થન આપતી ટી-શર્ટ પહેરી કેન્દ્ર સરકારના કાયદાનું સમર્થન કર્યું હતું. શોભાયાત્રામાં નાના ભૂલકાઓ અને બાળકોએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી હતી એટલુ જ નહીં, પરંતુ આ શોભાયાત્રામાં ભારતના ઘડવૈયાઓની ઝાંખીઓ પણ જોવા મળી હતી. આ શોભાયાત્રા દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજની બાર ફૂટની પ્રતિમા પણ સામેલ કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details