ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા લોકજાગૃતતા અર્થે રેલી યોજાઈ - Gujarati story

સુરતઃ સુરતમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા લોકજાગૃતિ લાવવા રેલી યોજાઇ હતી. જેમાં તેરાપંથ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. આ રેલી દ્વારા નશાનો શિકાર બનેલા લોકોને નાશામુક્તિનો સંદેશો આપ્યો હતો. સાથે અહિંસા અને વીજળી બચાવો સહિતના નારાથી લોકોને જાગૃત કર્યા હતા.

સુરતના અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા લોકજાગૃતતા અર્થે રેલી યોજાઇ

By

Published : May 17, 2019, 2:18 PM IST

સુરતમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના આચાર્ય મહાશ્રમનો 46મો દીક્ષા દિવસ હતો. જે અંતર્ગત સુરતમાં રેલીનું આયોજન કરાયું હતું. જેમાં નશામુક્તિના સંદેશા સાથે વીજળી બચાવો અને અહિંસાના નારા લગાવવામાં આવ્યા હતા. આ રેલી સુરતના વેસુ વિસ્તારથી નીકળી ઉધના, લીંબાયત, પર્વત પાટીયા જેવા વિસ્તારોમાંથી પસાર થઇ હતી. જેમાં 300 જેટલા તેરાપંથ સમાજના લોકોએ ભાગ લીધો હતો.

સુરતના અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા લોકજાગૃતતા અર્થે રેલી યોજાઇ

આ રેલીમાં યુવાઓ બાઇક દ્વારા, તો મહિલાઓ અને બાળકો ચાલતાં જોડાયા હતા. નશામુક્તિના સંદેશા માટે લોકોને પ્લે-કાર્ડ અપાતું હતું. સાથે તેના ગેરલાભો ગણાવી તેના વિશે લોકોને જાગ્રત કરવાના પ્રયાસો પણ કરાયા હતા.

ABOUT THE AUTHOR

...view details