ગુજરાત

gujarat

ETV Bharat / state

Raksha Bandhan 2023: ભાઈ ડ્રગ્સના રવાડે ન ચડે આ માટે રક્ષાબંધનના પર્વ પર બહેન 'No Drugs' તેમજ 'Stop Drugs' લખેલી સોના-ચાંદીની રાખડી બાંધશે - No Drugs and Stop Drugs written gold silver

ગુજરાતમાં જે રીતે હાલ યુવાનો ડ્રગ્સનો સેવન કરી રહ્યા છે. અવારનવાર ડ્રગ્સ મળવાની ઘટના પણ સામે આવી રહી છે તેને ધ્યાનમાં રાખી યુવાઓ દૂર રહે આ માટે રક્ષાબંધનના પર્વ પર સુરત ખાતે ખાસ રાખડી તૈયાર કરવામાં આવી છે. સોના-ચાંદીની આ રાખડી ઉપર 'નો ડ્રગ્સ' તેમજ 'સ્ટોપ ડ્રગ્સ' લખવામાં આવ્યું છે.

raksha-bandhan-2023-no-drugs-and-stop-drugs-written-gold-silver-rakhi-attraction-in-surat-city
raksha-bandhan-2023-no-drugs-and-stop-drugs-written-gold-silver-rakhi-attraction-in-surat-city

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2023, 7:17 AM IST

'No Drugs' તેમજ 'Stop Drugs' લખેલી સોના-ચાંદીની રાખડી બાંધશે

સુરત:હાલના યુવાનો ડ્રગ્સના દુષણમાં ફસાઈ રહ્યા છે. ઘણા સમયથી લોકો જોઈ પણ રહ્યા છે કે એજન્સીઓ કરોડો રૂપિયાના ડ્રગ્સ પણ જપ્ત કરી રહી છે. ડ્રગ્સના દૂષણથી યુવાનોને દૂર રાખવા માટે હાલ પોલીસથી લઈ સામાજિક સંસ્થાઓ કાર્યરત થઈ છે. છતાં આજે પણ ઘણા યુવાનો છે જે આ દુષણમાં ફસાયા છે ત્યારે તેમને આદુષણથી કાઢવા માટે સુરતમાં એક અનોખી રાખડી તૈયાર કરવામાં આવી છે. પવિત્ર પર્વ પર ભાઈને ડ્રગ્સથી દૂર રાખવા માટે એક સંદેશ આપતી ચાંદી અને સોનામાં તૈયાર રાખડી તૈયાર કરાઈ છે.

સુરત ખાતે ખાસ રાખડી તૈયાર કરવામાં આવી

'No Drugs' અભિયાન:સુરત શહેરના લક્ષ ગોલ્ડ નામના જ્વેલર્સ દ્વારા સોના અન ચાંદીમાં ખાસ સંદેશ આપનાર રાખડી તૈયાર કરવામાં આવી છે. સોના અને ચાંદીની આ રાખડી ભાઇને ડ્રગ્સ સેવનથી દૂર રાખવા માટે એક અપીલનો માધ્યમ બનશે. રાખડી પાંચ ગ્રામથી લઈ 10 ગ્રામ સુધી ગોલ્ડને સિલ્વરમાં તૈયાર કરવામાં આવી છે જેની ઉપર 'No Drugs' લખવામાં આવ્યું છે. સુરત પોલીસ દ્વારા 'No Drugs' અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. લોકો પણ પોતાની રીતે આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે અને યુવા ધન ડ્રગ્સના રવાડે ન જડે આ માટે પ્રયત્ન કરી રહ્યા છે.

દરરોજ રાખડી ખરીદવા માટે મહિલાઓ આવે છે.

'અમે સોનાને ચાંદીમાં ડ્રગ્સ રોકો અભિયાન અંતર્ગત રાખડી બનાવવામાં આવી છે. જે એક બહેન પોતાના ભાઈને વ્યસનના કરે આજનો યુવાધન ડ્રગ્સથી દૂર રહે તે માટે એક મેસેજ જાય અને એક સશક્ત ભારત બને તે માટેના અભિયાન હેઠળ અમારી દ્વારા આ સોના અને ચાંદીમાં આ રક્ષાબંધનની રાખડી બનાવવામાં આવી છે.' -પિયુષ વઘાસીયા, જ્વેલર્સ

કસ્ટમાઇઝ રાખડીઓ:જવેલર્સના જણાવ્યા અનુસાર જ્યારથી ખબર પડી છે કે આ પ્રકારની રાખી છે ત્યારે રાખડી બનાવી ત્યારે દરરોજ રાખડી ખરીદવા માટે મહિલાઓ આવે છે. ડ્રગ્સ રાખડી દરરોજ માટે પાંચથી સાત રાખડી વેચાય છે. આ ઉપરાંત રાખડીઓ કસ્ટમાઇઝ કરીને પણ બનાવી આપવામાં આવે છે. ભાઈ-બહેનનું નામ સાથે લખીને પણ રાખડી બનાવી આપવામાં આવે છે. આ ડ્રગ્સ રાખડી સાથે 'નો ટોબેકો', 'સેવ ટ્રી', 'સેવ વોટર' સાથેની પણ અલગ અલગ રાખડી ઉપલબ્ધ છે.

  1. Rakhdi Artist of Bhuj- : ભુજની રાખડી આર્ટિસ્ટ યુવતીએ અભ્યાસની સ્કીલથી રેસિન આર્ટ બિઝનેસ જમાવ્યો, રાખડીઓની નવીનતા જૂઓ
  2. Raksha Bandhan 2023: તારીખ અને તિથિમાં અટવાઈ છે રક્ષાબંધન, જાણો કઈ તિથિ અને તારીખે બાંધવી રાખડી

ABOUT THE AUTHOR

...view details