રાંદેર વિસ્તારમાં ગૌશાળાની મુલાકાતે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ આવ્યા હતા. જ્યાં તેઓએ હાલ દેશમાં ચાલી રહેલી મંદીની માર અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, મંદી તો ચાલી જશે, પરંતુ મંદબુદ્ધિ આવવો જોઈએ નહીં.
દેશમાં મંદી ચાલશે, પણ મંદબુદ્ધી નહીં ચાલે...કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ સુરતની મુલાકાતે
સુરત: લોકોને મનમુકી હસાવનાર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ આજે સુરતની મુલાકતે આવ્યા હતા. તેઓએ આજે લોકોને હસાવવાને બદલે ભારતના ટુકડે ટુકડા કરવાની વાત કરનાર લોકોને ઢોર માર મારવાની વાત કરી હતી. જો કે, મંદી અંગે વાત કરતા તેઓએ જણાવ્યુ હતું કે, દેશમાં મંદી ચાલશે પણ મંદબુદ્ધિ આવે તે નહી ચાલે.
સુરત ખાતે આવેલા રાજુ શ્રીવાસ્તવે હાલ હરિયાણામાં ભાજપના ઉમેદવાર અને ટિકટોક ફેમ સંગીતા ફોગટના વિવાદિત નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી. ફોગટે કહ્યુ હતુ કે, જેઓ ભારત માતા કી જય બોલતા નથી, તેમણે પાકિસ્તાન ભેગા થઈ જવું જોઈએ. ફોગટના નિવેદન પર રાજુએ તેમના બચાવમાં આવ્યા અને જણાવ્યુ હતુ કે, તેઓએ ભાવનામાં આવી એવું મંતવ્ય આપ્યું હશે. કોઈ રાષ્ટ્રગીતના સન્માનમાં ઉભા ન થાય તો શંકા તો જાય છે.જો પગમા તકલીફ હોય અથવા દિવ્યાંગ હોય તો વાત જુદી છે. જોકે દેશના સન્માનમાં ઉભા થવુ જોઈએ અને જો કોઈ દેશના ટુકડા ટુકડા કરવાની વાત કરે તો તેઓને પટકીને માર મારવો જોઈએ.
રાજુ શ્રીવાસ્તવે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપની જીત થશે અને સારી લીડથી પાર્ટી જીતશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ જણાવ્યું કે, કોંગ્રેસના કેટલાક લોકો પણ મોદીમય થઈ ગયા છે.