ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Municipal Corporation બજેટ માટે હવે નાગરિકો પણ મોકલી શકશે સૂચનો, સૌપ્રથમ વખત મ્યુનિ. કમિશનરે આપ્યું આમંત્રણ - Rajkot Municipal Corporation Budget

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આગામી બજેટ માટે મ્યુનિસિપલ કમિશનરે લોકો પાસેથી સૂચનો મગાવ્યા છે. આ માટે તેમણે નાગરિકોને આમંત્રણ પણ આપ્યું છે. એટલે હવે જો કોઈ નાગરિક પાસે સારું સૂચન હોય તો તે કોર્પોરેશનને જણાવી શકે છે. આવું રાજકોટમાં પહેલી વખત થઈ રહ્યું છે.

Rajkot Municipal Corporation બજેટ માટે હવે નાગરિકો પણ મોકલી શકશે સૂચનો, સૌપ્રથમ વખત મ્યુનિ. કમિશનરે આપ્યું આમંત્રણ
Rajkot Municipal Corporation બજેટ માટે હવે નાગરિકો પણ મોકલી શકશે સૂચનો, સૌપ્રથમ વખત મ્યુનિ. કમિશનરે આપ્યું આમંત્રણ

By

Published : Jan 23, 2023, 4:36 PM IST

રાજકોટ:રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આગામી નાણાકીય વર્ષ 2023-24ના અંદાજપત્રમાં લોકોની અપેક્ષાઓનું યોગ્ય પ્રતિબિંબ ઝિલાય, શહેરનો સર્વાંગી અને સમતોલ વિકાસ થાય તેમ જ મ્યુનિસિપલ તંત્રની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થાય તેવા ઉમદા અને પ્રગતિશીલ આશય સાથે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ અનોખી રીત અપનાવી છે. મ્યુનિસિપલ કમિશનરે આ અંદાજપત્ર માટે રાજકોટના નાગરિકોને સૂચનો આપવા માટે આમંત્રિત કર્યા છે.

આ પણ વાંચો1,071 crore budget: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 2023-24 માટે 1,071 કરોડનું બજેટ બનાવ્યું

અહીં મોકલી શકાશે સૂચનોઃનાગરિકો પોતાના સૂચનો 28 જાન્યુઆરી સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ http://www.rmc.gov.in FormBudgetSuggestions પર જઈને સુચનો આપી શકશે.

પહેલી વખત મગાવાયા સૂચનોઃઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આ પ્રકારના લોકોના સૂચનો બજેટ પહેલા માગવામાં આવ્યા નથી. તેમ જ લગભગ પ્રથમ વખત રાજકોટ કોર્પોરેશન દ્વારા બજેટ પહેલાં શહેરીજનોના સૂચનો માગવામાં આવ્યા છે.

આ પણ વાંચોAMTS Budget 2023: 567 કરોડનું બજેટ, નવી ઈલેક્ટ્રિક બસની સુવિધા મળશે

સ્થાનિક પ્રશ્નોને વાંચા મળી રહે તે માટે સૂચનો આપવા અનુરોધઃરાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ બજેટ 2023-’24 માટે શહેરના વિકાસને વેગવાન બનાવવા તેમ જ લોકોના સ્થાનિક પ્રશ્નોને વાચા મળી રહે તે માટે સૂચનો આપવા અનુરોધ કર્યો છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, મ્યુનિસિપિલ કૉર્પોરેશને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકેની અતિમહત્વપૂર્ણ જવાબદારી નિભાવવાની થતી હોવાથી તેના વહીવટમાં નાગરિકોના અવાજનો પણ યોગ્ય પડઘો પડે તે ખૂબ જ આવકારદાયક બની રહેશે.

શહેરીજનોને મનપા તંત્ર પાસે કેવી અપેક્ષા તે જણાવેઃમ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના બજેટમાં તંત્રએ કેવી કેવી જનસુવિધાઓ માટે જોગવાઈ કરવી જોઈએ. તે વિશે લોકો તરફથી સૂચનો કરવામાં આવે. તેમ જ લોકો મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસેથી કેવી કેવી અપેક્ષા રાખે છે તે વિશે પણ નાગરિકોએ તંત્રને પોતાના બહુમૂલ્ય સૂચનો મોકલવા જોઈએ. ઉપરાંત મ્યુનિસપલ કૉર્પોરેશનની આર્થિક સ્થિતિ યોગ્ય સ્તરે જળવાઈ રહે અને શક્ય હોય ત્યાં સુધી વધુ મજબૂત બને તે માટે કરમાળખા સહિતના નાણાંકીય આયોજનમાં કેવા કેવા પગલા લઈ શકાય તે વિશે પણ લોકોએ સૂચન કરવા જોઈએ.

ABOUT THE AUTHOR

...view details