ગુજરાત

gujarat

ETV Bharat / state

Traditional kathputli: અમદાવાદના વૃદ્ધ દંપતીએ 60 વર્ષથી જાળવી રાખી છે કઠપુતલીની પરંપરા - kathputli well maintained in Gujarat

કઠપુતલીનો ખેલ હવે ભાગ્યે જ (Traditional kathputli) જોવા મળતો હશે. સુરતમાં 50 થી 60 વર્ષથી પોતાના પેઢીઓથી ચાલતી આવી કઠપુતલીની પરંપરા અમવાદના વૃદ્ધ દંપતીએ જીવિત રાખી છે.

Traditional kathputli: પેઢીઓથી ચાલતી આવી કઠપુતલીની પરંપરા અમદાવાદના વૃદ્ધ દંપતીએ 60 વર્ષથી જાળવી રાખી છે
Traditional kathputli: પેઢીઓથી ચાલતી આવી કઠપુતલીની પરંપરા અમદાવાદના વૃદ્ધ દંપતીએ 60 વર્ષથી જાળવી રાખી છે

By

Published : Jan 24, 2023, 2:12 PM IST

Updated : Jan 25, 2023, 7:31 AM IST

પેઢીઓથી ચાલતી આવી કઠપુતલીની પરંપરા અમદાવાદના વૃદ્ધ દંપતીએ 60 વર્ષથી જાળવી રાખી છે

સુરત: આજના આધુનિક યુગમાં મનોરંજન સાથે શિક્ષણનું જ્ઞાન પૂરું પાડતી કઠપૂતળી સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના કારણે રસ્તે રઝળતી થઈ ગઈ છે. પરંપરાગત કળાઓથી પોતાનું જીવનનિર્વાહ કરતાં લોકોની હાલત અત્યારે કફોડી બની છે. એમ છતાં છેલ્લા 50 થી 60 વર્ષથી પોતાના પેઢીઓથી ચાલતી આવી કઠપુતલીની પરંપરા મૂળ અમદાવાદના વૃદ્ધ દંપતીએ જાળવી રાખી છે. આજે પણ તેઓ અનેક જગ્યાએ કઠપૂતળીના ખેલ બતાવે છે અને જે તેમની આવકનું સાધન છે.

સાંસ્કૃતિક મનોરંજનનું સાધન:વર્ષો પહેલા કઠપૂતળીનો ખેલ એક સાંસ્કૃતિક મનોરંજનનું સાધન હતું. જે એક જમાનામાં ગામડાઓમાં મોટા પાયે યોજવામાં આવતું હતું. કઠપૂતળીનો ખેલ એટલે પડદા પાછળથી દોરી વડે લાકડાંની પૂતળીઓને નચાવવામાં આવતી.અને આ ખેલ જોવા આખું ગામ ઊમટી પડતું હતું. જોકે હવે આ ખેલ અને પરંપરા હવે મૃતપાય અવસ્થામાં છે. ધીરે ધીરે આ કળા લુપ્ત થતી જઈ રહી છે. પરંપરાગત રીતે ચાલી આવતી આ કળા ને મૂળ રાજસ્થાન છે. પંરતુ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવનાર અમદાવાદનું એક વૃદ્ધ દંપતી અને તેઓનું પરિવાર કળાને સાચવવાનાં પ્રયત્નો કરી રહ્યું છે. એટલું જ નહીં તેને આવકનું સાધન પણ બનાવ્યું છે તેમની આ કલાના પ્રસંસક પણ છે અને તેઓ અત્યાર સુધી અનેક રાજ્યોમાં આગળ આ બતાવી પણ ચૂક્યા છે.

અમદાવાદના વૃદ્ધ દંપતીએ 60 વર્ષથી જાળવી રાખી કઠપુતલીની પરંપરા

આ પણ વાંચો સુરત રેલ્વે સ્ટેશનની થશે કાયાપલટ, વર્લ્ડક્લાસ બનાવવાની કામગીરી શરૂ

કલાકારો આવ્યા:સુરત ખાતે યોજાયેલ ક્રાફ્ટરૂટનાં એક્ઝિબિશનમાં દેશ ભરમાંથી અલગ અલગ રાજ્યોના હસ્તકલાના કલાકારો આવ્યા છે. તેમાંથી એક સ્ટોલ એવો પણ છે જે રાજસ્થાનનું પરંપરાગત કઠપૂતળીનો પણ છે. આ સ્ટોલમાં કઠ પૂતળીઓ સહિત લાકડાના બનાવેલ અલગ અલગ કલાકૃતિઓ પણ છે. શહેરમાં કઠપુટલી ભાગ્ય જે જોવા મળતી હોય છે. સ્માર્ટ યુગના બાળકો ભાગ્યે જ આ કઠપુતલી જોઈ હશે તેઓ માત્ર પુસ્તકમાં જ કઠપુટલી જોઈ રહ્યા છે.

આ પણ વાંચો રાજકીય પાર્ટીઓના મૂરતિયાઓએ વાજતેગાજતે ઉમેદવારીપત્રો ભરવાના કર્યા શરૂ, તો કૉંગ્રેસે ત્રીજી યાદી કરી જાહેર

પરંપરાગત ધંધો:કઠપૂતળી બનાવનાર લક્ષ્મીબેનએ જણાવ્યું હતું કે,આ અમારો પરંપરાગત ધંધો છે અમારા બુજૂર્ગોથી ચાલી આવતી પરંપરા છે, પહેલા ગામડાઓમાં આ પરંપરા મનોરંજન માટે ઉપયોગમાં લેવાતી હતી, સાથે જ કઠપૂતળીના શો માંથી ઘણી બધી વસ્તુઓનું જ્ઞાન પણ લોકો મેળવતા હતા. પરંતુ ધીરે ધીરે આ કળા લુપ્ત થઈ રહી છે, હવે અમે બર્થ ડે પાર્ટી કે લગ્ન પ્રસંગમાં આવા શો કરતા હોઈએ છીએ. આ સાથે જ અલગ અલગ વસ્તુઓ બનાવીને પણ અમે અમારૂ ગુજરાન ચલાવીએ છે .અમારી સાથે અમારા છોકરાઓ આવતા હોય છે, પરંતુ તેઓ હવે ઢોલ સહિત અન્ય વસ્તુઓ કરીને ગુજરાન ચલાવે છે.અમે આ કળાને જીવંત રાખવા માંગીએ છે પણ હવે કોઈ આને એટલું પ્રાધાન્ય આપતા નથી.

Last Updated : Jan 25, 2023, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details