સુરત: ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાનમાં 391 કરોડની ઉચાપત કરનાર એક આરોપી સુરતમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મગદલ્લા રોડ પાસેથી આરોપી સંતોષ ભગવાનદાસ જોશીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, રાજસ્થાન નવજીવન કો.ઓપરેટીવ સોસાયટી લિમીટેડની સ્થાપના વર્ષ 2009માં કરવામાં આવી હતી. જેની મુખ્ય ઓફિસ રાજસ્થાનના બાડમેર રોડ પર હતી.
રાજસ્થાનમાં 228 શાખા ખોલી 391 કરોડની ઉચાપત કરનાર આરોપી સુરતથી ઝડપાયો
ગુજરાત તથા રાજસ્થાન રાજ્યમાં નવજીવન ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લિમીટેડ નામની 228 શાખાઓ ખોલી 391 કરોડની ઉચાપત કરનાર એક આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદમાં 258 જેટલી પેટા બ્રાન્ચ હતી. જે સોસાયટીના એમ.ડી.ગીરધરસિંગ સોઢા, ચીફ જનરલ મેનેજર જોગેન્દરસિંગ રાઠોડ, સીનીયર જનરલ મેનેજર દિનેશ શર્મા અને પોતે મુખ્ય સલાકાર હતા. આ સોસાયટી થાપણદારોને બેંક દરથી વધારે વ્યાજ આપવાની લાલચ આપી થાપણદારો પાસે રોકાણ કરાવ્યું હતું અને વર્ષ 2019માં સોસાયટી ખોટમાં જતા થાપણદારોના કરોડો રૂપિયાની ઉચાપત કરી ફરાર થઇ ગયા હતા.
વધુમાં આરોપી વિરુદ્ધ રાજસ્થાનમાં, રાજકોટમાં સી.આઈ.ડી.ક્રાઈમમાં ઠગાઈનો ગુનો પણ નોંધાયો છે. જે મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરી છે.