બે દિવસથી મેઘરાજાએ સુરતમાં છૂટી-છવાઈ બેટિંગ કર્યા બાદ આજે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધુંઆધાર બેટિંગ બોલાવી હતી. અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડતાની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. મેઘરાજાના આગમનને લઈ વાતાવરણમાં અચાનક પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
સુરતમાં મેઘરાજાનું આગમન, ભારે પવન સાથે વરસાદ - Gujarati news
સુરતઃ શહેરના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડતા લોકોને ભારે ગરમીથી રાહત મળી હતી. એક દિવસના વિરામ બાદ વાયુ વાવાઝોડું ફરી કચ્છ તરફની ફંટાતા સુરતમાં વરસાદી માહોલ છવાયો હતો. અડાજણ, પાલ, પીપલોદ, વેસુ વિસ્તારમાં સવારથી ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
સુરતમાં મેઘરાજાનું આગમન,
છેલ્લા કેટલાક દિવસથી શહેરીજનો મેઘરાજાની આતુરતાપૂર્વકની રાહ જોઈ રહ્યા હતા. જ્યાં શહેરીજનોની આતુરતાનો આજે અંત આવ્યો હતો. જો કે, બાદમાં વરસાદે ફરી વિરામ લેતા શહેરીજનોઓ નિરાશા અનુભવી હતી.