ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલી રાજીવ નગરમાં અનેક ઘરોમાં ખાડીના પાણી ઘુસ્યાં

બારડોલીના ગાંધી રોડ પર ખાડીપૂરની (Monsoon Gujarat 2022 )અસર વર્તાય હતી. ભારે વરસાદને કારણે ખાડીમાં પૂર આવતા કમરસમા પાણી ભરાય ગયા હતા. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને (Rainwater flooded Bardoli )મોટું નુકસાન થયું હતું. જો કે વરસાદ બંધ થતાં જ પાણી ઉતરી જતાં રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બારડોલી રાજીવ નગરમાં અનેક ઘરોમાં ખાડીના પાણી ઘુસ્યાં
બારડોલી રાજીવ નગરમાં અનેક ઘરોમાં ખાડીના પાણી ઘુસ્યાં

By

Published : Aug 2, 2022, 2:37 PM IST

સુરત: બારડોલીના ગાંધી રોડ પર આવેલી રાજીવ નગરમાં આવેલી સોસાયટીમાં( Rain in Surat )ખાડી પૂર આવતા અનેક ઘરોમાં પાણી ભરાય ગયા હતા. લોકોની ઘરવખરી અને ફર્નિચર સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની નુકસાન થયું હતું. જો કે વરસાદ બંધ (Gujarat Rain Update )થતાં પાણી ઓસરી ગયા હતા. મીંઢોળાની જળસપાટી વધતાં બારડોલીના નદીકિનારે નીચાણવાળા વિસ્તારો છેલ્લા બે દિવસથી પાણીમાં છે.બારડોલીમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

ઘરોમાં ખાડીના પાણી ઘુસ્યાં

જીવનજરૂરી ચીજવસ્તુઓને નુકસાન -શહેરના ગાંધી રોડ પર ખાડીપૂરની અસર વર્તાય હતી. ભારે વરસાદને કારણે ખાડીમાં પૂર આવતા ગાંધીરોડની રાજીવ નગરની ગલી નંબર 1, 2 અને 3માં કમરસમા પાણી ભરાય ગયા હતા. અનેક ઘરોમાં પાણી ઘૂસી(Rainwater flooded Bardoli ) જતાં ઘરવખરીને મોટું નુકસાન થયું હતું. અનાજ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓને નુકસાન થતાં રહીશોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જો કે વરસાદ બંધ થતાં જ પાણી ઉતરી જતાં રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચોઃ8 ઈંચ વરસાદે ખોલી તંત્રની પોલ, લોકોમાં જોવા મળ્યો રોષ

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા -પાણી ઉતરી જતાં લોકોએ સાફસફાઈ શરૂ કરી હતી. અનેક ઘરોમાં પાણી છતાં વહીવટીતંત્ર કે નેતાઓ ફરક્યાં ન હતા. જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બારડોલી તાલુકાના રાયમ ગામ નજીક બારડોલી કડોદ રોડ પર પણ પાણી ભરાય જતાં થોડા સમય માટે વાહન વ્યવહારને અસર થઈ હતી. પુર્ણા નદી ખતરાના નિશાનથી ઉપર વહેતા મહુવા તાલુકાના અનેક ગામોમાં તારાજી સર્જી હતી. મહુવાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.

આ પણ વાંચોઃવડોદરામાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, પાણી ભરાવાના કારણેે લોકોને પારાવાર મુશ્કેલી

લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું -આ ઉપરાંત મહુવા અનાવલ રાજ્ય ધોરી માર્ગ બંધ થઈ જતાં વાહન વ્યવહારને અસર થઈ હતી. કોઈ અજુગતું ન બને તે માટે પોલીસે ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ઉપરાંત કેટલીક જગ્યાએ નીચાણ વાળી જગ્યાએથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કુમકોતર વિસ્તારમાં પણ ભારે વરસાદને પગલે પાણી ભરાયાની પરિસ્થિતી સર્જાય હતી. મહુવા વિસ્તારમાં આવેલા 18થી 20 જેટલા લોલેવલ બ્રિજ અને કોઝવે પાણીમાં ગરક થઈ ગયા હતા. બારડોલી સહિત જિલ્લાના નાના મોટા 41 જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં બારડોલીના 12, મહુવાના 11, ઉમરપાડા 1, માંડવીના 3, માંગરોળ 3, કામરેજ 1, પલસાણાના 9 અને ઓલપાડના 3 રસ્તાઓ બંધ કરી ત્યાં સલામતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details