બંગાળના અખાતમાં ફરી લો- પ્રેસર સર્જાયું છે. જેના કારણે ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અગાહીના પગલે સુરતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સુરતના મહુવા ,ચોર્યાસી,પલસાણા સહિત સીટીમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ચોર્યાસી અને મહુવા તાલુકામાં 6 મિલી મીટર જ્યારે પલસાણામાં 20 અને સુરત સિટીમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
સુરતમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો - વરસાદી માહોલ
સુરત :હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સુરત સહિત જિલ્લામાં મેઘરાજાની ફરી સવારી આવી પોહોચી હતી. સુરત સીટી સહિત ચોર્યાસી,મહુવા અને પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતમાં ધોધમાર વરસાદના કારણે સર્વિસ રસ્તાઓ પર થોડા સમય માટે વરસાદી પાણી ભરાયા હતા. બે કલાકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી.

etv bharaT SURAT
સુરતમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો
સુરતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી.વાતાવરણમાં ફરી પલટો આવતા ઠંડક પ્રસરી હતી.