ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત જિલ્લામાં વરસાદ, ખેલૈયાઓમાં નિરાશા - Weather Department Forecast

નવરાત્રીના પ્રારંભે મેઘરાજાએ ( Rain in Navratri ) કેટલાક વિસ્તારોમાં રમઝટ બોલાવી છે. સુરત જિલ્લામાં વરસાદના સમાચાર છે. સુરતના માંગરોળ, માંડવી, ઓલપાડ અને બારડોલી વિસ્તારમાં વરસાદ (Rain in Surat District ) પડ્યો છે. ત્યારે ગરબા ખેલૈયાઓમાં નિરાશા ( Disappointment among Garba Khelaiya ) જોવા મળી છે.

સુરત જિલ્લામાં વરસાદ, ખેલૈયાઓમાં નિરાશા
સુરત જિલ્લામાં વરસાદ, ખેલૈયાઓમાં નિરાશા

By

Published : Sep 26, 2022, 9:37 PM IST

સુરત પહેલા નોરતાંથી સુરત જિલ્લામાં વરસાદી ( Rain in Navratri ) માહોલ જામ્યો છે. જિલ્લાના માંગરોળ, માંડવી, ઓલપાડ અને બારડોલી સહિતના વિસ્તારોમાં વરસાદ (Rain in Surat District ) વરસ્યો છે. વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી.

વરસાદથી બફારામાં રાહત પણ મળી છે

હવામાન વિભાગની આગાહી હતીસુરત જિલ્લામાં આ વર્ષે ભરપૂર વરસાદ વરસ્યો છે જેને લઇને સૌ કોઈ લોકો ખુશખુશાલ થઈ ગયા છે, ત્યારે હવામાન વિભાગે વધુ એક આગાહી ( Weather Department Forecast ) કરી હતી તે આગાહી સાચી ઠરી છે. સુરત જિલ્લાના કામરેજ, માંગરોળ, માંડવી, ઓલપાડ, બારડોલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ ( Rain in Navratri )જામ્યો હતો, સુરત જિલ્લામાં વરસાદ (Rain in Surat District ) વરસતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી. તેમજ લાખો રૂપિયાના ખર્ચે નવરાત્રીનું આયોજન કરનાર આયોજકોમાં ચિંતા જોવા મળી હતી.

બે વર્ષ બાદ ગરબાનું આયોજનકોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ગરબાનાં આયોજન થઈ શક્યા ન હતાં. ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણ ઘટી જતાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. જેને લઇને આયોજકો દ્વારા ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે અને ખેલૈયાઓ પણ છેલ્લા કેટલાક દિવસોથી ગરબા ક્લાસીસમાં જઈને તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે નવરાત્રીના પ્રથમ નોરતે જ વરસાદ ( Rain in Navratri ) વરસતા ખેલૈયાઓમાં નિરાશા ( Disappointment among Garba Khelaiya ) જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details