સુરત : બારડોલી સહિત સુરત જિલ્લામાં આગામી 8 અને 9 મી માર્ચના રોજ (Gujarat Weather Report)હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગ્રામીણ કૃષિ મોસમ વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો :Unseasonal Rains Devbhoomi Dwarka: દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર ફેરવ્યું પાણી
ખેડૂતોને વરસાદ દરમ્યાન આંબાવાડીમાં દવાનો છંટકાવ ન કરવા સલાહ
કમોસમી વરસાદને પગલે કૃષિ હવામાન વિભાગ (Meteorological Department Forecast) દ્વારા ખેડૂતો માટે જનરલ એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી 8 અને 9 માર્ચના રોજ હળવા વરસાદ પડવાની સંભાવના હોવાથી ખેડૂતોએ સમયસર ફળો વીણી કરી લેવી અને જમીનના પ્રત અનુસાર પિયતનું વ્યવસ્થાપન કરવા જણાવાયું છે. આ ઉપરાંત આંબાવાડીમાં વરસાદ દરમિયાન દવાનો છંટકાવ ટાળવાની સલાહ આપવામાં આવી છે. જિલ્લામાં છુટાછવાયા (Rainfall Forecast in Surat) વિસ્તારોમાં 3 થી 5 મિમી વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો :India Mission Airlift: યુક્રેનથી વધુ 78 વિધાર્થી ભારત પહોંચતા એરપોર્ટ પર ખુશીનો વરસાદ
પાંચ દિવસ દરમિયાન આકાશમાં આંશિક વાદળો છવાયેલા રહેશે
આગામી પાંચ દિવસો દરમિયાન આકાશ આંશિક અંશે વાદળછાયું રહેવાની સાથે દિવસ અને રાતનું મહત્તમ (Maximum Temperature Today) અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 35થી 36°સે. અને 20 થી 22°સે. રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ 15થી 43 ટકા અને પવનની ગતિ 10 થી 13 કિમી/કલાક રહેવાની શક્યતા તેમજ ઉત્તરીય પવનો ફૂંકાઈ શકે છે.