ગુજરાત

gujarat

ETV Bharat / state

કમોસમી વરસાદના એંધાણ, ત્રણ દિવસમાં સુરતમાં માવઠું પડી શકે - Weather Forecast Gujarat

સુરત જિલ્લામાં વરસાદની આગાહીને (Surat Rain Forecast) પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. આગામી 14થી16 ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદ પડે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોને પણ ખેતીપાકને લઈને ખાસ કાળજી રાખવા જણાવાયું છે. (Weather Forecast Gujarat)

સુરત જિલ્લામાં 14 થી 16 ડિસેમ્બર દરમ્યાન મધ્યમ હળવાથી વરસાદની આગાહી
સુરત જિલ્લામાં 14 થી 16 ડિસેમ્બર દરમ્યાન મધ્યમ હળવાથી વરસાદની આગાહી

By

Published : Dec 14, 2022, 7:41 AM IST

Updated : Dec 14, 2022, 8:29 AM IST

સુરત : આગામી 14 થી 16 ડિસેમ્બર દરમિયાન સુરત જિલ્લામાં કમોસમી વરસાદ થવાની આગાહી (Surat Rain Forecast) ગ્રામીણ કૃષિ મોસમ સેવા (Rural Agricultural Seasonal Service) દ્વારા કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે. જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓને લઈ સુરત જિલ્લા કૃષિ હવામાન એકમ (District Agro Meteorological Unit) દ્વારા ખેડૂતોને તકેદારી રાખવા માટે કેટલાક સૂચનો પણ જારી કરવામાં આવ્યા છે. (Weather Forecast Gujarat)

ભેજનું પ્રમાણ પણ વધશે : આગામી 18મી ડિસેમ્બર સુધીના જાહેર કરવામાં આવેલા હવામાન બુલેટિનમાં જણાવ્યા અનુસાર સુરત જિલ્લામાં પાંચ દિવસો દરમિયાન આકાશ આંશિક અંશેથી સંપૂર્ણપણે વાદળ છવાયેલા રહે તેવી સંભાવના છે. 14 થી 16મી ડિસેમ્બર દરમિયાન મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાં ભેજનું પ્રમાણ પણ વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

5 થી 12 મિમી વરસાદ પડવાની સંભાવના :માંડવી અને માંગરોળ તાલુકાને બાદ કરતાં લગભગ તમામ તાલુકાઓમાં 5 થી 12 મીમી જેટલો વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ દિવસો દરમિયાન મહત્તમ તાપમાન 32થી 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 20થી 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આથી ઠંડીમાં થોડી રાહત મળી શકશે આ ઉપરાંત સરેરાશ 5 થી 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પૂર્વના પવનો ફૂંકવાની શકયતાઓ છે.

2 દિવસ પિયત મુલતવી રાખવું :કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (Agricultural Science Centre) , સુરત હેઠળ કાર્યરત જિલ્લા કૃષિ હવામાન એકમ (District Agro Meteorological Unit) દ્વારા જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વરસાદની આગાહી અન્વયે પાકને અને ખેતીના માલને વરસાદથી નુકસાની ના થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવી. હાલમાં રોપણી કરેલ પાકોમાં (ઘંઉની વાવણી પછી જો બીજી પિયત આપવાની જરૂરિયાત હોય તો) વરસાદની શકયતાને ધ્યાનમાં રાખી 2 દિવસ પિયત મુલતવી રાખવું અને વરસાદ બાદ જરૂરિયાત મુજબ પિયત આપવાની સલાહ આપવામાં આવે છે.

શાકભાજી અને આંબાના પાકમાં શું કાળજી રાખવી : વરસાદ પછી જો શાકભાજીના પાકો પાણીમાં ડૂબ્યાં હોય તો ખેડૂતોને ટ્રાઇકોડર્મા અથવા સ્યુડોમોનસ 1 લિટર/ 1 એકર આપવાની ભલામણ કરવામાં આવે છે. શાકભાજીના પાકો તથા આંબામાં ચૂસિયાં પ્રકારની જીવાતો જેવીકે મોલોમશી, સફેદમાખી, મધિયાનો ઉપદ્રવ વધવાની શકયતા છે. જો આ જીવાતોનો ઉપદ્રવ તેમની ક્ષમ્યમાત્રા વટાવે ત્યારે યોગ્ય નિયંત્રણના પગલાં લેવામાં આવે તેમજ શોષક પ્રકારની જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે તો તેમને કાબુમાં લઈ શકાય. ચૂસિયા પ્રકારની જીવતો માટે થાયોમીથોકઝામ 25 ટકા ડબલ્યુ જી (10 લી. પાણીમાં 4 ગ્રામ) અથવા એસીટામીપ્રીડ 20 ટકા એસપી (10 લી. પાણીમાં 2 ગ્રામ)નો છંટકાવ કરવો. જૈવિક નિયંત્રણ માટે લેકાનીસીલીયમ લેકાની (10 લી. પાણીમાં 40 ગ્રામ) નો છંટકાવ કરવો.

Last Updated : Dec 14, 2022, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details