સુરત: બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં કેટલાક દિવસથી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. જેના કારણે લોકો બાફરાંથી પરેશાન થઈ ગયા હતા. ગુરુવારના રોજ સવારથી કાળા દિબાંગ વાદળો બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન કુલ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બે કલાકમાં જ એક ઇંચ વરસાદ થતાં રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું.
બારડોલીમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ - વરસાદના સમાચાર
બારડોલી તાલુકામાં ગુરુવારના રોજ બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક થતાં છેલ્લા કેટલાક દિવસથી બાફરાથી પરેશાન લોકોને રાહત થઈ હતી.
![બારડોલીમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ બારડોલીમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8842986-438-8842986-1600399029440.jpg)
બારડોલીમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ
બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને રાહત થઈ હતી. તો ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાય જતાં શેરડી રોપણી કરી રહેલા ખેડૂતોની કામગીરી અટકી પડી હતી. જોકે બપોર બાદ વરસાદે વિરામ લેતા વાતાવરણ ખુશનુમાં થઈ ગયું હતું.