ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ કરતી હોસ્પિટલ પર પોલીસના દરોડા

સુરત : શહેરની વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતી હોસ્પિટલમાં સુરત હેલ્થ કેર વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. જીવન જ્યોત હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને માહિતી મળી હતી.જે માહિતીના આધારે દરોડા પાડી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ ઝડપી પાડવામાં આવ્યું હતું.આરોગ્યની ટીમે ગર્ભ પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાયેલ સોનોગ્રાફી મશીન જપ્ત કરી FSL માટે મોકલી આપ્યું છે.

hospital

By

Published : May 10, 2019, 5:10 AM IST

સુરતના વરાછા લંબે હનુમાન રોડ ખાતે આવેલ જીવન જ્યોત હોસ્પિટલ માં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું. આરોગ્ય વિભાગને આ બાબતે માહિતી મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખી વોચ ગોઠવી .આજરોજ જીવન જ્યોત હોસ્પિટલમાં એક મહિલાનું ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા લાઈવ રેડ કરવામાં આવી હતી. ડો.દિનેશ પટેલ અને ડૉ.સાગર પટેલની હોસ્પિટલમાં રેડ દરમિયાન રજીસ્ટર્ડ સોનોગ્રાફી મશીન મળી આવી હતી. સુરત હેલ્થ કેર વિભાગની ટીમ દ્વારા સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યુ હતુ. જ્યાં ગર્ભ પરીક્ષણ કરવા આવનાર મહિલા,હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરોના મોબાઈલ કબજે કરવામાં આવ્યા.

સુરતમાં ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ કરતી હોસ્પિટલ પર પોલીસના દરોડા

મળતી માહિતી અનુસાર, જીવન જ્યોત હોસ્પિટલમાં ગેરકાયદે એક ગર્ભ પરીક્ષણના 7 હજાર રૂપિયા લેવામાં આવતા હતા. એક મહિલાનું ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા લાઈવ રેડ કરવામાં આવી હતી. સુરત હેલ્થ કેર વિભાગ દ્વારા રેડ કરતા આખો મામલો બહાર આવ્યો હતો. હોસ્પિટલમાં બેસી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવા મોબાઈલ ફોન કરવામાં આવતા હતા. ગર્ભવતી મહિલાઓને અલગ અલગ સમયે બોલાવવામાં આવતી. હાલ હેલ્થ કેર વિભાગ દ્વારા ગર્ભ પરીક્ષણ વપરાશમાં આવેલ સાધનો FSLમાં મોકલી તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લિંગ પરીક્ષણ કરાવવું કાયદાકીય રીતે ગુનો બને છે. ત્યારે આ ઘટનામાં પણ આવું જ કંઈક બન્યું છે. જો કે આરોગ્ય વિભાગની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details