ગુજરાત

gujarat

ETV Bharat / state

Rahul Gandhi in Surat : 23 માર્ચે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે, ગુજરાત કોંગ્રેસ કરશે ભવ્ય સ્વાગ્ત - જગદીશ ઠાકોર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં આવશે. મોદીસમાજ સામે ટિપ્પણીને લઇ માનહાનિ કેસમાં રાહુલ ગાંધી 23 માર્ચે સુરત આવવાના છે. ત્યારે આ કેસમાં સંભવત ચૂકાદો આવી શકે તેવી ધારણા પણ છે. જોકે ગુજરાત કોંગ્રેસ માટે રાહુલ ગાંધીનું સુરત આગમન હરખના તેડાં જેવું હોય તેમ રાહુલ ગાંધીના સ્વાગત આયોજન માટે જગદીશ ઠાકોર સુરત પહોંચ્યાં છે.

Rahul Gandhi in Surat : 23 માર્ચે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે, ગુજરાત કોંગ્રેસ કરશે ભવ્ય સ્વાગ્ત
Rahul Gandhi in Surat : 23 માર્ચે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે, ગુજરાત કોંગ્રેસ કરશે ભવ્ય સ્વાગ્ત

By

Published : Mar 21, 2023, 9:15 PM IST

રાહુલ ગાંધીના સ્વાગત માટે આયોજન

સુરત : આપને જણાવીએ કે 2017ની લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં મોદીસમાજને લઇને વિવાદિત નિવેદન કર્યું હતું. તે સમયે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં કરાયેલા માનહાનિ કેસમાં બંને પક્ષની દલીલો ચલાતી રહી હતી જે 17 માર્ચના રોજ પૂર્ણ થઇ હતી. ત્યારેે આ કેસમાં 23 માર્ચના રોજ સંભવિત ચૂકાદાની તારીખ આપવામાં આવી છે. આ કારણે રાહુલ ગાંધી 23 માર્ચના રોજ સુરત કોર્ટમાં હાજરી આપવા માટે આવવાના છે.

સુરતમાં જગદીશ ઠાકોર : મોદી અટકને લઈ કરેલા વિવાદિત નિવેદન સામેનો કેસ લડવાની તારીખોમાં રાહુલ ગાંધી ઘણીવાર હાજર રહ્યાં છે. ત્યારે 23 તારીખે પણ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે. કેસમાં સંભવિત ચૂકાદાને લઈ તેઓ સુરત કોર્ટમાં હાજરી આપશે. રાહુલ ગાંધીના આગમન પહેલા સુરત કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર આવી પહોંચ્યા હતા. તેમણે સુરત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધીના સ્વાગત માટે કાર્યક્રમની ચર્ચા હાથ ધરી હતી.

આ પણ વાંચો Controversial remarks against Modi Community: રાહુલ ગાંધીએ વધુ એક વખત સુરત કોર્ટમાં રહેવું પડી શકે છે હાજર

સ્વાગત તૈયારીઓની સમીક્ષા : રાહુલ ગાંધી દેશમાં પદયાત્રા પૂર્ણ કરી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. તેમના સ્વાગતને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સુરત આવ્યા હતાં અને દક્ષિણ ગુજરાતના કોંગ્રેસ આગેવાનો સાથે રાહુલ ગાંધીના સ્વાગતને લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એરપોર્ટથી લઈ કોર્ટ સુધી હાજર રહેશે અનેક પોઇન્ટ પર ફૂલોથી સ્વાગત કરવામાં આવશે.

ઠાકોરે આપ્યું નિવેદન : આ બાબતને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, સુરતની કોર્ટમાં એમના ઉપર કરવામાં આવેલા કેસના જજમેન્ટને લઈને તેઓ સુરત આવી રહ્યા છે. ભારત જોડો યાત્રા સમગ્ર દેશ અને વિશ્વમાં એક આકરી તપસ્યા કરીને રાહુલ ગાંધીએ 4000 કિલોમીટરની પદયાત્રા પુરી કરી છે. છેવાડાના માનવીની ચાલતા-ચાલતા તેઓએ સમસ્યાઓ સાંભળી છે. આ કાર્યક્રમ પૂર્ણ કરીને પહેલી વખત તેઓ ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે એમના ભારત જોડો અભિયાનને હાથ સે હાથ જોડો અભિયાનને સમર્થન આપવા માટે તેમની લડત ખેડૂતો, બેરોજગાર યુવાનો, મોંઘવારીના વિરુદ્ધ છે. આ દેશમાં આર્થિક કૌભાંડો કરીને દેશના વડાપ્રધાનના મળતીયા માણસો આખા દેશની સંપત્તિઓ લૂંટી રહ્યા છે.

આ પણ વાંચો રાહુલ ગાંધીનું એકજ રટ્ટણ ''વિડીયોગ્રાફી અંગે મને કોઇ જાણ નથી'', આવતીકાલે ફરી સુનાવણી

કાર્યક્રમને આખરી ઓપ : વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આવા તમામ મુદ્દાઓને લઈને દેશમાં રાહુલ ગાંધી નીકળ્યા છે. એ મુદ્દાઓને બળ મળે એટલા માટે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના આગેવાનો સાથે આજે ચર્ચા વિચારણાઓ કરી રહ્યા છે અને વિગતવાર કાર્યક્રમ તૈયાર કરીને રાહુલ ગાંધીને સમર્થન માટે લોકશાહી બચાવો, દેશનું બંધારણ બચાવો આ મુદ્દાઓને લઇ કાર્યક્રમને આખરી ઓપ કોંગ્રેસ પક્ષ આપી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details