સુરત : આજે રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના તમામ નેતાઓ પણ સુરત આવી પહોંચ્યાં હતાં.રાહુલ ગાંધીના કોર્ટમાં ફરી આવી રહ્યા છે ત્યારે તેમની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ આવી રહ્યા છે. તે ઉપરાંત રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ બંગેલ અને હિમાચલ પ્રદેશના સીએમ સુખવેન્દ્રસિંહ સુખુ પણ કોર્ટમાં તેમની સાથે હાજર રહેશે. તથા સુપ્રીમ કોર્ટના વકીલ અને દિલ્હીના નિષ્ણાંત વકીલો પણ આવી રહ્યા છે.ત્યારે
કોંગ્રેસના તમામ નેતાઓ સુરત આવી પોહ્ચ્યા છે.ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી દ્વારા આ બાબતે માધ્યમો સમક્ષ કેટલીક બાબતો કહેવામાં આવી હતી.
સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોંલકીએ રાહુલ ગાંધી સામે થયેલી કાર્યવાહીને અંગ્રેજોના સમયની કાર્યવાહી જેવી ગણાવી હતી. તેમણે કહ્યું કે જે પ્રકારે અંગ્રેજોનું ચલણઆ દેશમાં હતું.રાહુલ ગાંધી અદાલતના કામ માટે સુરત આવી રહ્યા હોય ત્યારે અને સ્વભાવિક રીતે જે પ્રકારે તેમની ઉપર ચુકાદો આપવામાં આવ્યા અને ત્યારબાદ સંસદપદ રદ કરવામાં આવ્યું તેવી ઘટનાઓ બની. આ વાતને લઈને જન આંદોલન થવું વ્યાજબી છે. રાહુલ ગાંધી જયારે કોર્ટમાં આવી રહ્યા છે ત્યારે દેશ અને રાજ્યની જનતા જાણવા માંગે છે કે કઈ પ્રકારનું વર્તન તેમની સાથે લાગણી ધરાવતા લોકો સાથે કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો Rahul Gandhi Appeal : રાહુલના કેસને લઈને નેતાઓના અનોખા નિવેદનો, દેશમાંથી કોંગ્રેસીઓનો સુરતમાં ખડકલો