રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત, સુરતના વકીલો સાથે વાતચીત સુરતઃરાહુલ ગાંધીના માનહાનિ કેસમાં એક મોટી સ્પષ્ટતા સેશન્સ કોર્ટ તરફથી કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. બે વર્ષની સજા યથાવત રહેશે. જેના કારણે હવે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ્દ રહેશે.
આ પણ વાંચોઃ Azaan dispute: લાઉડ સ્પીકરમાં થતી અઝાન વિવાદ મામલે એડવોકેટ જનરલને સોગંદનામુ રજૂ કરવા માટે આપ્યો આદેશ
કોર્ટમાં શું થયુંઃરાહુલ ગાંધીને માનહાનિ કેસમાં લોઅર કોર્ટે દોષિત જાહેર કરીને બે વર્ષની સજા ફટકારી હતી. જેની સામે રાહુલ ગાંધીએ સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટમાં બન્ને પક્ષ વચ્ચેચ દલીલ ચાલી હતી. ગુરૂવારનો દિવસ નિર્ણય માટે નક્કી કરાયો હતો. કોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ એક લાઈનમાં જ ગુરૂવારે સ્પષ્ટતા કરી કે, અરજી ફગાવી દેવામાં આવી છે. રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર સ્ટે લગાવવા પર કોર્ટે મનાઈ કરી દીધી છે. અરજી ફગાવી દેવાઈ છે. સેશન્સ કોર્ટનોચૂકાદો આવ્યો એ સમયે રાહુલ ગાંધીના વકીલ કોર્ટમાં હાજર રહ્યા ન હતા. પણ રાહુલ ગાંધી આ કેસમાં હાજર રહ્યા ન હતા. આ પહેલા કોર્ટમાંથી રાહુલ ગાંધીને જામીન મળી જતા આંશિક રાહત મળી હતી.
આગળ શું થશેઃમાનહાનિ કેસમાં સેશન્સ કોર્ટમાંથી સજા પર સ્ટે ન મળતા રાહુલ ગાંધીના વકીલ હાઈકોર્ટ જશે. જ્યાં અરજી કરવામાં આવશે. અરજીને લઈને હાઈકોર્ટમાં ક્યારે પ્રક્રિયા કરાશે એને લઈને રાહુલ ગાંધીના વકીલ વિચારણા કરી રહ્યા છે.
શું છે આખો કેસઃવર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક સભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ મોદી સરનેમને લઈને ટિપ્પણી કરી હતી. જેને લઈને સુરતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણશ મોદીએ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો હતો. અંદાજીત 4 વર્ષ ચાલેલા આ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી 2 વર્ષની સજા ફટકારી હતી. કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થતા રાજકારણ માં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને તેઓનું સાંસદ સભ્ય પદ રદ થયું છે.
મોદી મોણવણિક સમાજના નથીઃરાહુલ ગાંધી તરફથી સુરતના સેશન્સ કોર્ટમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ આર.એસ.ચીના દ્વારા દલીલો કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે. તે સમાજને લઈને નથી આપ્યું. લલિત મોદી કે નીરવ મોદી આ તમામ મોઢવણિક સમાજમાં હોય તેવું કોઈ પુરાવો પણ નથી. ચૂંટણીલક્ષી ફરિયાદ કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક પુરાવા સાથે ચેડા કરાયા છે. રાહુલ ગાંધીએ જે પણ સ્પીચ આપી છે તેનું વેરિફિકેશન કરવું ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચોઃ Gujarat High Court : સ્ટેટ એકઝામ બોર્ડના એક નિયમને ફગાવાયો, દિવ્યાંગ પરીક્ષાઓ માટે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો
લોઅર કોર્ટનો ચૂકાદોઃઆ કેસમાં આખરે કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી 2 વર્ષની સજા કરી હતી. આ કેસમાં રાહુલ ગાંધીએ કસૂરવાર પર સ્ટેની અરજી (સસ્પેન્શન ઓફ કન્વીક્શન) કરી છે. અગાઉ આ કેસમાં તારીખ 13 એપ્રિલના રોજ બંને પક્ષની દલીલો પણ થઈ હતી. સુપ્રીમ કોર્ટના વકીલ આર.એસ ચીના રાહુલ ગાંધી તરફથી દલીલો કરવા સુરત પહોંચ્યા હતા. પૂર્ણશ મોદી અને રાહુલ ગાંધીના વકીલો દ્વારા આશરે છ કલાક સુધી દલીલો કરવામાં આવી હતી. દલીલો પૂર્ણ થયા બાદ 20 એપ્રિલે આ કેસમાં ચૂકાદો સ્પષ્ટ થઈ ગયો છે.
અત્યાર સુધી શું થયું?તારીખ 2 એપ્રિલે રાહુલે નીચલી કોર્ટના નિર્ણય સામે સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. રાહુલ દ્વારા બે અરજી દાખલ કરવામાં આવી છે. પ્રથમ અરજીમાં દોષિત ઠેરવવા પર સ્ટે માંગવામાં આવ્યો હતો, જ્યારે બીજી અરજીમાં અપીલના નિકાલ સુધી દોષિત ઠેરવવા પર સ્ટે માંગવામાં આવ્યો હતો. તારીખ 13 એપ્રિલના રોજ એડિશનલ સેશન્સ જજ આરપી મોગેરાની કોર્ટે રાહુલની અરજી પર સુનાવણી કરતા નિર્ણય તારીખ (આજે) 20 એપ્રિલ માટે અનામત રાખવામાં આવ્યો હતો. જે બાદ આજે સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની દોષિત ઠરાવીને અરજી પર સ્ટે આપવા પર ચુકાદો આપતા નીચલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો.
ભારતના બંધારણની જીત:ભાજપ નેતા સંબિત પાત્રાએ આ મામલે આપતા, 'આજના ચુકાદા પરથી સ્પષ્ટ થાય છે કે ભારતના બંધારણની જીત થઇ છે અને વંશવાદી રાજકારણની હાર થઇ છે. આ ચુકાદો ગાંધી પરિવારના મોઢા પર તમાચો છે. આજે સુરત કોર્ટે સાબિત કર્યું કે કાયદો દરેક માટે સમાન છે અને તેનાથી ઉપર કોઈ નથી. આ ગાંધી પરિવારના ઘમંડ પર ફટકો અને ભારતના સામાન્ય લોકોની જીત છે.'
ઉચ્ચ અદાલતમાં જઈશું: કોંગ્રેસના સિનિયર નેતા સિદ્ધારમૈયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'તેમની (રાહુલ ગાંધી)ની અરજી નીચલી અદાલતમાં ફગાવી દેવામાં આવી હતી, અમે ઉચ્ચ અદાલતમાં જઈશું.' ઉલ્લેખનીય છે કે 'મોદી સરનેમ' ટિપ્પણી પર 2019ના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની દોષિત ઠરાવવાની અરજીને નકારી કાઢી છે.
કેન્દ્રીય પ્રધાને ઉઠાવ્યા સવાલ:કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'અમે હંમેશા કહ્યું છે કે રાહુલ ગાંધી પોતાને કાયદાથી ઉપર માનવા લાગ્યા હતા અને તેમની પાર્ટીના કેટલાક લોકોએ પણ પૂછ્યું હતું કે તેમને વિશેષ દરજ્જો કેમ નથી મળી રહ્યો?'