આજે સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી તરફથી બે અરજીઓ કરવામાં આવશે સુરત : રાહુલ ગાંધીને બે વર્ષની સજા સામે સંભવત:સુરતની સેશન્સ કોર્ટમાં અપીલ કરાશે. માનહાનિના કેસમાં રાહુલ ગાંધી ફરી એક વખત સુરતની સેશન કોર્ટમાં હાજરી આપશે. કોર્ટે આપેલી સજા સામે તેઓ સેશન્સ કોર્ટમાં અપીલ કરી શકે છે. રાહુલ ગાંધી માનહાનિ કેસ મામલે દિલ્હીથી નિષ્ણાંત વકીલોની ટીમ નેતા રાહુલ ગાંધી તરફથી સુરત આવી છે. અપીલ દરમિયાન તેમની સાથે સુરતના સિનીયર એડવોકેટ કિરીટ પાનવાલા પણ હાજર રહેશે. જોકે, આ કેસને લીને કોંગ્રેસ પક્ષના જુદા જુદા નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. બીજી તરફ ભાજપ પ્રવક્તા સંબીત પાત્રાએ સામો સવાલ કર્યો છે કે, રાહુલ ગાંધીને ક્યા સમાજ સામે વાંધો છે?
કોંગ્રેસ નેતાઓનું નિવેદન : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ભાઈએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે કોંગ્રેસ કાર્યકર્તા ઉત્સુક છે. રાહુલ ગાંધીને ડરાવવા માટે જે પ્રયત્નશીલ છે તેઓ હાલ ડરી રહ્યા છે. અમિત શાહ અને ભાજપ ભયભીત છે. કોંગ્રેસ કાર્યકરતાઓને રોકવામાં આવી રહ્યા છે. તેમને ડિટેઇન કરવામાં આવ્યા છે. લોકોને રોકવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવી અને સી.આર. પાટીલની સરમુખત્યાર શાહી છે.
દેશમાંથી કોંગ્રેસી સુરત તરફ : આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ કાર્યકર્તાઓ સત્ય અને ધર્મની જોડાવવા જઈ રહ્યા છે પોલીસ તેમને નહિ રોકે. કાર્યકર્તાઓ આખા દેશમાંથી આવી રહ્યા છે. પ્રિયંકા ગાંધી સહિત તમામ કોંગ્રેસના નેતાઓ સુરત આવી રહ્યા છે. રઘુ શર્મા એ જણાવ્યું હતું કે, લોકતંત્રની હત્યા છે. રાહુલ ગાંધીએ સંસદમાં પ્રશ્ન કર્યા જેનાથી ભયભીત છે. લોકસભામાં તેઓ નહિ રહે એ માટે ટેકનોલોજી છે. તેઓ સંસદમાં નહિ હશે પરંતુ દેશમાં તો રહેશે.
આ પણ વાંચો :Rahul Gandhi defamation case: રાહુલ ગાંધી માનહાનિ કેસ મામલે દિલ્હીથી વકીલોની ટીમ આવતીકાલે સુરતમાં
PM મોદી પર પ્રહાર : સુરતમાં કોંગ્રેસ નેતા દિગ્વિજસિંહે જણાવ્યું હતું કે, મોદી કોઈ ઓબીસી સમાજ નથી. જૈન અને પારસી સમાજમાં પણ મોદી સરનેમ આવે છે. પીએમ રામ રાજ્યની વાતો કરે છે. મોદી કોઈ જાતિ હોતી નથી. ગુજરાતમાં ઓબીસી સૂચિ છે તેમાં મોદી કોઈ જ્ઞાતિ છે ? ગુજરાતના લોકોને આ લોકો બદનામ કરી રહ્યા છે ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે અને હાલ વડાપ્રધાન છે. તેઓ આટલું જૂઠાણું ફેલાવશે. તેઓ ક્યાં સુધી ભણ્યા છે તેની ડિગ્રી આપવામાં તેમને શું સમસ્યા છે ? ડિગ્રી આપી દો શું દીકત છે ? અમે તમારી પ્રશંસા કરીશું કે તમે ઘણા ભણ્યા છે.
સંબીત પાત્રાના સવાલઃસંબીત પાત્રાએ પોતાના એક વીડિયો ટ્વીટ થકી સવાલ કર્યા હતા કે, ઓબીસી સમાજ પ્રત્યે આટલી ઘૃણા શા માટે છે? તમને દેશની ન્યાય પાલિકા પર ભરસો કેમ નથી? કોર્ટે જ્યારે સજાનું એલાન કર્યું છે ત્યારે તમારા પક્ષે કોર્ટ પર આક્ષેપબાજી કરીને હુમલો કર્યો છે. આ એક ચિંતાનો વિષય છે. તમને ન્યાય પાલિકા પ્રત્યે કોઈ આદરભાવ નથી. ભારતના લોકતંત્ર પ્રત્યે આવો દ્રષ્ટિકોણ શા માટે છે. દેશની બહાર જઈને તમે ભારતની વિરૂદ્ધમાં બોલી રહ્યા છો. ઓબીસી સમાજને અપમાનિત કરો છો. કાયદો અનુસાર સજા ફટકારવામાં આવી છે. છતાં કોંગ્રેસની હિંમત જોવો, કોંગ્રેસ કહે છે કે, લોકતંત્ર જોખમમાં છે.
કોંગ્રેસના વકીલ માંગુકિયાએ શું કહેવું છે : આજે સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી તરફથી બે અરજીઓ કરવામાં આવશે. સેસ્પેનશન ઓફ સેન્ટન્સ અને સપેનસન ઓફ કન્વીક્શન દાખલ કરાશે. કોંગ્રેસના વકીલ બાબુ માંગુકિયાએ આ અંગે જણાવ્યું હતું કે, આજદિનના જ્યુડિશિયલ ઇતિહાસમાં બે વર્ષની સજા સેશન્સ કોર્ટે મોકૂફ રાખી છે. અમે પણ સજા મોકૂફ માટે અરજી કરી રહ્યા છીએ. કોર્ટ નોટિસ કાઢી શકે છે. બીજા પક્ષને પણ કોર્ટ સાંભળશે. રાહુલ ગાંધી 30 દિવસ જામીન પર છે. જો આજે સજા મોકૂફ નહીં કરાશે તો કોર્ટ રાહુલ ગાંધી સામે વોરંટ કાઢી શકે છે અને સજાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો :Sadhvi Prachi : સાધ્વી પ્રાચીએ રાહુલ ગાંધીને મંદબુદ્ધિ કહ્યા, નહેરુની બીમારી અંગે કોંગ્રેસને પૂછ્યા પ્રશ્નો
બદનક્ષી મામલે મામલે દોષી :આ બાબતે રાહુલ ગાંધીના વકીલ સિનિયર એડવોકેટ કિરીટ પાનવાલાએ જણાવ્યું કે, ગત 23મી માર્ચના રોજ સુરતના કોર્ટમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને બદનક્ષી મામલે નામદાર કોર્ટ દ્વારા દોષી કરાર કરવામાં આવ્યા હતા. તેમને બે વર્ષની સજા કરવામાં આવી હતી. સુરત કોર્ટે ચુકાદો આપતા જ બીજા દિવસે રાહુલ ગાંધીની સભ્ય તરીકે સદસ્યતા પણ રદ કરી દેવામાં આવી હતી.