સુરતઃ શહેરમાં રઘુવીર માર્કેટમાં ગત 21મી તારીખે માર્કેટમાં આગ લાગી હતી આગ એટલી વિકરાળ હતી કે, આગને કાબુમાં લેવા બે દિવસ લાગ્યાં હતાં. આ આગમાં આખી માર્કેટ બળીને ખાક થઇ ગયી હતી. આ માર્કેટમાં કાપડની દુકાનો અને ગોડાઉન આવેલા છે અને આખરે સુડા ચેરમેનના આદેશ બાદ માર્કેટને સીલ મારી દેવામાં આવી હતી, પરંતુ આ વખતે ફરી એક વખત વિવાદ ઉભો થયો છે.
સુરતમાં સીલ કરાયેલ રઘુવીર માર્કેટ ખોલી કાપડનો માલ કાઢતા હોવાની વાત ફેલાતા હોબાળો - કાપડનો માલ કાઢતા હોબાળો
સુરતમાં રઘુવીર માર્કેટ ફરી એક વખત વિવાદમાં આવી છે. માર્કેટમાં આગ લાગ્યા બાદ સીલ કરી દેવામાં આવ્યું હતું. જો કે કેટલાક વેપારીઓ રાત્રે માર્કેટ ખોલી કાપડનો માલ કાઢતા હોવાની વાત ફેલાતા હોબાળો મચ્યો હતો. આ ઘટનાને પગલે માર્કેટ બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
સુરત રઘુવીર માર્કેટ
માર્કેટ સીલ હોવા છતાં કેટલાક વેપારીઓ રાત્રીના સમયે ટ્રક લઈને આવી માર્કેટમાંથી કાપડનો માલ બહાર કાઢે છે. આ વાત ફેલાતા કાપડના વેપારીઓ એકઠા થઇ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો, વેપારીઓ સામસામે આવી જતા મામલો તંગ બન્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને માર્કેટ બહાર બંદોબસ્ત ગોઠવી દીધો હતો.