સુરત ટેક્સટાઇલ શોપ બ્રોકર એસોસિએશનના પ્રમુખ અમિત શર્માએ જણાવ્યું હતું કે, એસોસિએશન માર્કેટના તમામ કાપડના વેપારીઓની મદદ કરશે અને જે કાપડના વેપારીઓને પોતાના વેપાર માટે દુકાન જોઈતી હશે, તેઓને અન્ય કાપડના માર્કેટમાં નિશુલ્ક અને વગર કોઈ ભાડે દુકાન આપવામાં આવશે. સુરતમાં અનેક કાપડની માર્કેટ છે. જેમાં દુકાનો ખાલી પડી છે. જેથી આ દુર્ઘટનામાં અસરગ્રસ્ત થયેલા વેપારીઓની મદદ કરવામાં આવશે.
રઘુવીર માર્કેટ આગ: ટેક્સટાઇલ શોપ બ્રોકર એસોસિએશન માર્કેટમાં દુકાન ધરાવતા કાપડના વેપારીઓને વહારે - સુરત ટેક્સટાઇલ શોપ બ્રોકર એસોસિએશન
સુરત: સારોલી ખાતે રઘુવીર ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં 800 જેટલી દુકાનો બળીને ખાખ થઇ ગઇ છે. ભારે મંદી અને લગ્નની સિઝનમાં બનેલી આ ઘટનાને ધ્યાને લઇને સુરત ટેક્સટાઇલ શોપ બ્રોકર એસોસિએશન માર્કેટમાં દુકાન ધરાવતા કાપડના વેપારીઓને વહારે આવ્યા છે.
રઘુવીર માર્કેટ આગ
સુરત ટેક્સટાઇલ શોપ બ્રોકર એસોસિએશનના પ્રમુખ અમિત શર્માએ કહ્યું કે, મહિનાથી લઈ એક વર્ષ સુધી જ્યાં સુધી તેઓ વેપારમાં સક્ષમ નહિ થઇ જાય ત્યાં સુધી એસોસિએશન વગર કોઈ પણ ભાડા વગર તેઓને દુકાન આપવામાં આવશે.