ગુજરાત

gujarat

ETV Bharat / state

રઘુવીર માર્કેટ આગ: 28 કલાક બાદ કાબૂમાં, અંદાજે 300 કરોડનું નુકસાન - બંછાનિધિ પાની

સુરતના રઘુવીર માર્કેટમાં આગ લાગી હતી. આ આગને કાબુમાં લેવા દક્ષિણ ગુજરાતના તમામ ફાયર ફાયટર્સ કામે લાગ્યા હતા અને અંદાજે 3 કરોડ લીટર પાણીનો ઉપયોગ કર્યા બાદ અને 28 કલાક બાદ આગ કાબૂમાં આવી છે. જો કે, આ આગથી અંદાજે 300 કરોડનું નુકસાન થયું છે.

raghuveer market
રઘુવીર માર્કેટમાં આગ

By

Published : Jan 22, 2020, 12:24 PM IST

Updated : Jan 22, 2020, 12:50 PM IST

સુરત: શહેરના સારોલી રોડ પર આવેલી રઘુવીર માર્કેટમાં આગ લાગી હતી, આ આગ 28 કલાક બાદ કાબૂમાં આવી છે. ફાયર વિભાગે આખી રાત પાણીનો મારો ચલાવ્યો હતો અને ત્યારબાદ આગ કાબૂમાં આવી છે. આ આગના કારણે બિલ્ડીંગના સ્ટ્રક્ચરને ઘણું નુકસાન થયું છે અને બિલ્ડીંગ ઉતારી લેવી કે કેમ તે અંગે બિલ્ડીંગનો રિપોર્ટ કાઢ્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

રઘુવીર માર્કેટ આગ: 28 કલાક બાદ કાબૂમાં, અંદાજે 300 કરોડનું નુકસાન
સુરતના સારોલી રોડ પર આવેલા રઘુવીર માર્કેટમાં 10 દિવસની અંદર બીજી વખત આગ લાગી હતી. આ વખતે આગ એટલી વિકરાળ હતી કે, આખી બિલ્ડીંગને પોતાની ઝપેટમાં લઇ લીધું હતું. આગને કાબુમાં લેવા દક્ષિણ ગુજરાતના તમામ ફાયર ફાયટર્સ કામે લાગ્યાં હતાં અને અંદાજે 3 કરોડ લીટર પાણીનો ઉપયોગ કર્યા બાદ અને 28 કલાકની મહેનત બાદ આગ કાબુમાં આવી છે. હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ ફાયર વિભાગને ઘટના સ્થળે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે.કારણ કે, કુલીંગ દરમિયાન ફરી એક વખત આગ ભભૂકી ઉઠી હતી. જો કે હાલ આગ સંર્પૂણ પણે કાબુમાં આવી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગના કારણે અંદાજે 300 કરોડનું નુકશાન થયું હોવાની ભીતિ છે, ત્યારે આ મામલે સુડા ચેરમેન અને મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ એક મિટિંગ બોલાવી છે. આ મિટિંગ આર્કિટેક, વેપારી, બિલ્ડરની મિટિંગ છે. એલિવેશન કઈ રીતે રાખવું, આગમાં ડિસ્ટબન્સ ન થાય તે માટે શુ કરવું જેવી મહત્વની બાબત પર ચર્ચા-વિચારણા થઇ હતી અને રઘુવીર બિલ્ડીગનો રિપોર્ટ કાઢવામાં આવશે અને ત્યારબાદ આ બિલ્ડીંગને ઉતારી પાડવામાં આવશે.
Last Updated : Jan 22, 2020, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details