ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: સુરતમાં RAF જવાનનું હાર્ટ એટેકથી નિધન, પેટ્રોલિંગ સમયે જ રસ્તા પર ઢળી પડ્યાં

સુરત શહેરમાં લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગ સમય દરમિયાન એક RAFનો જવાન અચાનક જમીન ઉપર ઢળી પડતા તેમનું મોત નીપજ્યું છે. જોકે તેમના મૃતદેહને સન્માન સાથે સુરત એરપોર્ટ ઉપર સલામી આપી તેમના વતન ઉત્તરપ્રદેશ લઇ જવામાં આવ્યો છે. સારવાર માટે તાત્કાલિક પીસીઆર વાનમાં જ સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા.

સુરતમાં RAF જવાનનું હાર્ટ એટેકથી નિધન, સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર
સુરતમાં RAF જવાનનું હાર્ટ એટેકથી નિધન, સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 11:17 AM IST

સુરતમાં RAF જવાનનું હાર્ટ એટેકથી નિધન

સુરત:સુરતમાં RAF જવાનનું હાર્ટ એટેકથી મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં લિંબાયત પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન તેમની સાથે અમદાવાદ થી આવેલ રેપિડ એક્શન ફોર્સ ને પણ સાથે રાખવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન જ ધરમપાલ નામના જવાનને એકાએક છાતીમાં દુખાવો થતાં તેઓ જમીન ઉપર બેસી ગયા હતા. જોતજોતામાં તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા. આ જોઈ તેમના સાથી મિત્રો દ્વારા તેમને સારવાર માટે તાત્કાલિક પીસીઆર વાનમાં જ સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતો.

"ગઈકાલે સાંજે અમારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ નીલગીરી સર્કલથી ભાટેના સુધી ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ થી આવેલ રેપિડ એક્શન ફોર્સ ને પણ સાથે રાખવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન તે ટીમ માંથી 58 વર્ષીય ધરમપાલ સુરજપાલ જેઓ પોતે રેપિડ એક્શન ફોર્સમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓને અચાનક છાતીમાં દુખાવો તથા તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા."--"મધુબેન ( પોલીસ કોન્સ્ટેબલ)

તપાસી મૃત જાહેર કર્યા:નીલગીરી સર્કલથી ભાટેના સુધી ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ થી આવેલ રેપિડ એક્શન ફોર્સને પણ સાથે રાખવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન તે ટીમ માંથી 58 વર્ષીય ધરમપાલ સુરજપાલ જેઓ પોતે રેપિડ એક્શન ફોર્સમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓને અચાનક છાતીમાં દુખાવો તથા તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા. થોડી જ વારમાં તેઓ બેભાન થઇ જતા તેમને સારવાર માટે પીસીઆર વાન સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.

ઉત્તરપ્રદેશ લઇ જવામાં આવ્યો: ધરમપાલના નિધન અંગે આરએએફ દ્વારા તેમના પુત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને સવારે સુરત એરપોર્ટ ખાતે સુરત સીટી પોલીસ, આરએએફ જવાનો અને બીએસએફ જવાનોની હાજરીમાં સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. જવાન શહીદ થાય તેણે જે રીતે સન્માન આપવામાં આવે તે રીતે જ વિદાય આપવામાં આવી હતી. હાજર સૌ કોઈએ શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેમના મૃતદેહને સન્માન સાથે સુરત એરપોર્ટ થી હવાઈ માર્ગે તેમના વતન ઉત્તર પ્રદેશ લઇ જવામાં આવ્યો છે.

  1. Rajkot News: રાજકોટમાં ધોરણ 12નો વિદ્યાર્થી ચાલુ ક્લાસે ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોતની આશંકા
  2. Rajkot News: રાજકોટમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 28 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી થયું મોત

ABOUT THE AUTHOR

...view details