મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા સાથે શહેરની ખાનગી સહિત સરકારી હોસ્પિટલોના તબીબો આશરે 3500 જેટલા તબીબો જોડાયા છે. જો કે, પશ્ચિમ બંગાળની ઘટના બાદ વધુ 400 હોસ્પિટલ અને દવાખાનાના તબીબોએ મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન કરાવી ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા ના સેક્રેટરી સહિતના સભ્યોએ જણાવ્યું છે કે, તબીબ દર્દીને નવજીવન આપવાનું કામ કરે છે. ક્યારેક સંજોગ એવા ઉભા થાય છે કે, પરિસ્થિતિ તબીબના હાથમાં નીકળી ગઈ હોય છે. ત્યારે આવા સંજોગોમાં દર્દીના પરિવારે પણ તબીબની લાગણી સમજવાની જરૂરું છે.
પશ્ચિમ બંગાળમાં તબીબ પર હુમલા બાદ સુરતના આશરે 3500 જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા - hospital
સુરત : પશ્ચિમ બંગાળમાં તબીબ પર હુમલાની ઘટના બાદ સમગ્ર દેશના તબીબોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશરે બસો જેટલા ટોળા દ્વારા જીવલેણ હુમલો કરાતા તબીબની હાલત ગંભીર બની હતી. આજ કારણ છે કે, સમગ્ર દેશના તબીબી આલમમાં આ ઘટનાને લઈ રોષ વ્યાપી ગયો છે અને તબીબો દ્વારા એક દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સુરતમાં મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ 3500 જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા છે.
![પશ્ચિમ બંગાળમાં તબીબ પર હુમલા બાદ સુરતના આશરે 3500 જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3583678-thumbnail-3x2-surat.jpg)
દર્દીના મોત પાછળ તબીબ જવાબદાર હોતો નથી પરંતુ કેટલાક લોકો વાતાવરણ તંગ બનાવવાનો પ્રયાસ કરી તબીબો પર હુમલો કરવામાં ષડયંત્ર કરતા હોય છે. જેથી સરકાર તબીબોની સુરક્ષા અને સલામતી અંગે વિચારણા કરે તેવી માગ છે. આ હડતાળમાં શહેરની ખાનગી હોસ્પિટલો અને દવાખાનાના તબીબો પણ જોડાયા છે. જેઓ OPD સેવાના કામકાજથી દૂર છે.
જો કે ઇમરજન્સી સેવા માટે કાર્યરત છે.તબીબો પર બનતી હુમલાની ઘટના અટકાવવા સરકાર કાયદામાં નવી જોગવાઈ લાવે તેવી માંગણી છે. તબીબો પર હુમલાની ઘટનામાં ત્રણ વર્ષ સુધીની સજા છે. જે વધારી 7 વર્ષ સુધીની કરવામાં આવે. જેથી કરી ગુનેગારોને કડક સજા સજા થાય અને તબીબો પર હુમલો કરતા પહેલા વિચાર કરે.