ગુજરાત

gujarat

ETV Bharat / state

આ મસ્જિદમાં મુસ્લિમની સાથે હિન્દુઓ પણ છોડે છે રોઝા... - masjid

સુરત : હાલ રમજાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે, ત્યારે આ પવિત્ર માસમાં મુસ્લિમ બિરાદર ભાઈઓ અને બહેનો અલ્લાહની ઈબાદત કરતાં હોય છે. સાથે જ અત્યંત કઠિન ગણાતા એવા રોજા પણ કરતા હોય છે. સુરતના સરકાર હઝરત ખ્વાજા દાના ખાનગાહ હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ-બહેનો એક સાથે ઈફ્તિયારી કરીને રોજો છોડે છે.

આ મસ્જિદમાં મુસ્લિમની સાથે હિન્દુઓ પણ રોજા છોડે છે

By

Published : May 10, 2019, 6:51 PM IST

હિન્દુ-મુસ્લિમ એકતાનો પ્રતિક સુરતના સરકાર હઝરત ખ્વાજા દાના ખાનગાહ બની ગયું છે. ત્યારે હાલ રમજાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. જેને લઈને માત્ર મુસ્લિમ સમાજના બિરાદરો જ નહીં, પરંતુ આ પવિત્ર સ્થળે મોટી સંખ્યામાં હિંદુઓ પણ આવતા હોય છે. સાથે જ મુસ્લિમ ભાઈઓની સાથે ઈફ્તારી કરીને રોજા છોડતા હોય છે.

આ મસ્જિદમાં મુસ્લિમની સાથે હિન્દુઓ પણ રોજા છોડે છે

હિન્દુ અને મુસ્લિમ સાથે અન્ય ધર્મના લોકો પણ અહીં આસ્થા ધરાવે છે. અહીં આવનાર હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોનું કહેવું છે કે, કોમ વચ્ચે એકતાનો આ ભાવ કયામત સુધી રહે. કહેવામાં આવે છે કે, છેલ્લા 422 વર્ષથી અહીં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે રોજા છોડે છે. અહીં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષ અને બાળકો એક સાથે ઈફ્તિયારી જોવા મળે છે. આ સ્થળ પર હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકો પણ ખૂબ જ આસ્થા ધરાવે છે. તેમજ તેઓ ઈચ્છે છે કે, આવી એકતા હંમેશા બંને કોમ વચ્ચે બની રહે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details