ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત અગ્નિકાંડ: મનસુખ માડવીયાએ મૃતકોના પરિવાર સાથે કરી મુલાકાત - death

સુરત: તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા 22 માસુમોના પરિવાર અને ઇજાગ્રસ્ત થયેલા બાળકોની આજે એટલે કે શનિવારના રોજ  કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ મુલાકાત લીધી હતી. તેમજ અગ્નિકાંડનો ભોગ બનેલા અને ઇજાગ્રસ્ત થયેલા લોકો અને તેના પરિવારને મનસુખ માંડવીયાએ સાંત્વના પાઠવી હતી.

surat

By

Published : Jun 1, 2019, 10:33 AM IST

મોદી સરકારમાં શપથ લીધા બાદ આજે એટલે કે શનિવારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમજ તક્ષશિલા અગ્નિકાંડમાં ભોગ બનેલા માસૂમ બાળકોના પરિવારના લોકો સાથે તેઓએ મુલાકાત કરી હતી સાથે તેઓએ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા બાળકોનેની મુલાકાતે હોસ્પિટલ પણ ગયા હતા. મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, “ઇજાગ્રસ્ત બાળકો જલ્દીથી સારા થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી છે સાથે મૃતકોના પરિવારને સાંત્વના પાઠવવા હું સુરત આવ્યો છું.”

સુરત અગ્નિકાંડ: મનસુખ માડવીયાએ મૃતકોના પરિવાર સાથે કરી મુલાકાત

ABOUT THE AUTHOR

...view details