ગુજરાત

gujarat

ETV Bharat / state

જનતા કરફ્યૂ ઈફેક્ટ : સુરતમાં પરિવારે ટેલિફોનિક બેસણું રાખ્યું - કોરોના વાઈરસ ન્યૂઝ

સુરતમાં જનતા કરફ્યૂને ધ્યાનમાં રાખીને અડાજણના પેરિસ પરિવારે મોભીના અવસાનનું બેસણું રદ કર્યુ હતું. આ સાથે જ સંબંધીઓને ઓનલાઈન જાણકારી આપીને કોરોના વાઈરસથી સતર્ક રહેવા જણાવ્યું હતું.

surat
surat

By

Published : Mar 22, 2020, 1:49 PM IST

સુરત: ભારતમાં રવિવારના દિવસે જનતા કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં લોકો પોતાનો સહયોગ આપી રહ્યા છે. અનેક પરિવારમાં સુખદ અને દુઃખદ પ્રસંગો બન્યા છે, ત્યારે અડાજણમાં રહેતા પેરિસ પરિવારે મોભીના અવસાન નિમિતે બેસણાનું આયોજન જનતા કરફ્યૂ અને કોરોનાના કારણે રદ કર્યુ છે. ત્યાં જ સગા-સંબંધીઓને ટેલિફોનિક બેસણા દ્વારા શોક- સંદેશ પાઠવવાનું કહેવામાં આવ્યું છે.

જનતા કર્ફ્યૂ ઈફેક્ટ : ટેલિફોનિક બેસણું રાખવામાં આવ્યું
અડાજણમાં રહેતા પેરિસ પરિવારના મોભી પરવિંચંદ્રભાઈનું શુક્રવારના રોજ અવસાન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો સ્મશાન યાત્રામાં લોકો જોડાયા હતા. ત્યાં જ સાંજે રાખવામાં આવેલા ઉઠમણાની વિધિમાં પણ 500થી વધુ લોકો જોડાયા હતા. ખૂબ મોટું પરિવાર હોવાના કારણે 22મી તારીખના રોજ શોક-સંદેશ પાઠવવા બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને કોરોના વાઈરસ અને જનતા કરફ્યૂના કારણે રદ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કરફ્યૂનું એલાન કર્યુ હતું. જેથી પેરિસ પરિવારે પોતાની ફરજ સમજીને આ નિર્ણય કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details