- ફાસ્ટેગ વિનાના વાહન ચાલકો પાસેથી બમણો ટેક્સ વસુલવામાં આવે છે
- સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો
- સ્થાનિક વાહન ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવા માંગ કરવામાં આવી
સુરતમાં PAAS દ્વારા ભાટિયા-કામરેજ ફાસ્ટેગ ટોલનો વિરોધ, કલેક્ટરને આવેદન અપાયું - protest against fastag
સુરતના કામરેજ અને ભાટીયા ટોલનાકા પર ફાસ્ટેગ વગરનાં વાહનો પર બમણો ટોલટેક્સ વસૂલવાની શરૂઆત થતાં જ સુરત પાસ સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્થાનિક વાહન ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવા માંગ કરી હતી.
સુરતમાં PAAS દ્વારા ભાટિયા-કામરેજ ફાસ્ટેગ ટોલનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ
સુરત: શહેરના કામરેજ અને ભાટીયા ટોલનાકા પર કેશલેન બંધ કરવામાં આવી છે અને માત્ર ફાસ્ટેગની લેન ચાલુ રાખવામાં આવી છે. જેના કારણે ફાસ્ટેગ વિનાના વાહન ચાલકો પાસેથી બમણો ટેક્સ વસુલવામાં આવી રહ્યો છે. જેનો સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત સુરત જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી.