સુરતમાં ABVP દ્વારા BRTS બસો વધારવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન સુરત:સવારે પૂરતી બીઆરટીએસ બસો નહિ હોવાના કારણે કોલેજ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. વિદ્યાર્થીઓ પર્વત પાટિયા તરફથી જતી તમામ બીઆરટીએસ બસો બંધ કરી અટકાવી દીધી હતી. જે બાદ ABVP દ્વારા પર્વત પાટિયા પાસે બીઆરટીએસ બસો વધારવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સમસ્યાનો ભોગ વિદ્યાર્થીઓ:વિદ્યાર્થીઓ બીઆરટીએસ બસમાં ઘેટા બકરાની જેમ જતા હોય છે.અમુક સમય એવું બંને છે કે, અડધા કલાક બસ આવવાના કારણે જે તે મુસાફરો અથવા પછી વિદ્યાર્થીઓને બસ કરતા ડબલ ભાડું ચૂકવી ઓટોરીક્ષામાં જવું પડે છે. આ પ્રકારની સમસ્યાઓ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે. તથા બીઆરટીએસ બસ ખૂબ જ ઓછી છે. જેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે છે. જેને લઇ સમગ્ર બસ ખીચોખીચ ભરાઈ જાય છે. વિદ્યાર્થીઓને ઊભા રહેવાની પણ માંડ માંડ જગ્યા મળે છે. જેને લઇ વિદ્યાર્થીઓ બસની અંદર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
"શહેરના સરથાણા,મોટા વરાછા યોગીચોક, સીમાડાનાકાના વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ બીઆરટીએસનો ઉપયોગ કરે છે. આ બીઆરટીએસ બસ સરથાણાથી પર્વત પાટિયા કેનાલ રોડ થઈ યુનિવર્સિટી તરફ જતી હોય છે. ત્યારે આ રૂટ પર દોડતી બીઆરટીએસ બસ ખૂબ જ ઓછી છે. જેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે છે. જેને લઇ સમગ્ર બસ ખીચોખીચ ભરાઈ જાય છે. વિદ્યાર્થીઓને ઊભા રહેવાની પણ માંડ માંડ જગ્યા મળે છે. જેને લઇ વિદ્યાર્થીઓ બસની અંદર મુશ્કેલીનો સામનો કરવો પડે છે"--મનોજ તિવારી (ABVP શહેર પ્રમુખ)
જીવના જોખમે મુસાફરી:વધુમાં જણાવ્યું કે, ઘણી વખત તો એવું બને છે કે, વિદ્યાર્થીઓની સંખ્યા એટલી બધી વધી જાય છે કે, બસનો દરવાજો પણ બંધ થઈ શકતો નથી. જેને લઇ દરવાજા પર પણ લટકીને વિદ્યાર્થી જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બને છે. તો બીજી તરફ વિદ્યાર્થીનીઓની પણ સંખ્યા ખૂબ વધારે છે. તેઓ પણ ધક્કામુક્કીમાં મુસાફરી કરવા મજબૂર બને છે. જેને લઇ તેમની અનેક વખત છેડતી થયા હોવાની ઘટનાઓ પણ સામે આવી ચુકી છે.
- Surat News : સુરતમાં રિલ્સ બનાવવા જોખમી સ્ટંટ કરતા યુવકોનો વિડીયો સામે આવ્યો, સોશિયલ મીડિયાથી પોલીસ સુધી પહોંચ્યો
- Surat Crime: સુરત પીસીબી પોલીસે જાંબુઆની કુખ્યાત ચડ્ડી બનીયાન ધારી કેશરીયા ગેંગની ધરપકડ કરી