કરંજ વિસ્તારમાં ખાડી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તથા ટીપી રોડ માટે પાલિકાની ટીમ મકાનો તોડવા વિવેકાનંદ સોસાયટીમાં પહોંચ્યા હતા. 35 વર્ષ પહેલાં બનેલી આ સોસાયટી ખાડી ડેવલપમેન્ટ અને ટીપી રોડ પર આવતી હોય તેને ખાલી કરાવવા માટે નોટીસ આપવામાં આવી હતી. જેેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉશ્કેરાયેલા રહીશો હાથમાં ઘરવખરી લઈ સ્થાનિક ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની કચેરીએ ધસી ગયા હતાં. લોકોએ ધરણા પર બેસી જઈ સુત્રોચ્ચાર પોકાર્યા હતાં. મહિલાઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ આરોપ લગાવ્યો હતો કે, કોર્ટમાં વેકેશન છે. ત્યારે કેટલાક લોકોના લાભ માટે ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ છે. આ કાર્યવાહીથી અનેક પરિવાર ઘર વિહોણા થઈ ગયા છે. લોકોની માંગ છે કે તંત્ર તેમના જ્યાં મકાન હતા ત્યાંજ બીજા મકાન બનાવી આપે.
સુરતમાં પાલિકાએ કર્યુ ડિમોલીશન, આક્રોશ સાથે લોકોએ MLAની કચેરી બહાર કર્યો હોબાળો - vivekanand society
સુરતઃ વરાછા વિસ્તારની ખાડી ડેવલપમેન્ટ સાથે ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે તંત્રના અધિકારીઓ વિવેકાનંદ સોસાયટીમાં ડિમોલીશન કરવા પહોંચ્યા હતા. ડિમોલીશન કરવા આવેલા અધિકારીઓ સામે સ્થાનિક લોકોએ ગુસ્સો પ્રગટ કર્યો છે. લોકો પોતાની ઘરવખરી લઈને કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની કચેરી બહાર દેખાવ કરતા પોલીસ બંદોબસ્ત બોલાવી લેવાયો હતો. ધારાસભ્યએ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ સફળ થયા નહોતા.
સુરતનામાં મકાનો તોડવા પંહોચી પાલિકાની ટીમ પર લોકોનો ગુસ્સો, ધારાસભ્યની કચેરી બહાર શરુ કરતા પોલીસ બોલાવા
ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ મિલકતદારોને સમજાવવાની કોશિશ કરી છતાં તેઓ એક ના બે થયા નહોતા. લોકોનો આક્રોશ જોતા ધારાસભ્યની કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ સમગ્ર ઘટના અંગે ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ જણાવ્યુ હતુ કે,જે લોકોનાં મકાન જમીનદોસ્ત કરાયા છે તેમને સરકારી આવાસમાં મકાન આપવામાં આવશે...