ગુજરાત

gujarat

ETV Bharat / state

તેજસ ટ્રેનની શરૂઆત સાથે જ વિવાદ, ખાનગીકરણ સામે સુરત મજદૂર સંઘનો વિરોધ - news in Surat Railway Mazdoor Union

સુરત: તેજસ ટ્રેનના ખાનગીકરણ સામે સુરત શહેર અને રેલવે મજદૂર સંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના સંદર્ભે સુરત રેલવે સ્ટેશન પર તેજસ ટ્રેન આવે તે પહેલા વિરોધ કરવા પહોંચેલા રેલવે મજદૂર સંઘ અને ઇનટુકના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

sangh
સુરત

By

Published : Jan 17, 2020, 8:18 PM IST

કેન્દ્રીય રેલ પ્રધાન પિયુષ ગોયલ અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા અમદાવાદ ખાતે ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. જો કે, આ ટ્રેનના ખાનગીકરણને લઈ વિરોધનો સૂર ઉઠયો છે. અમદાવાદ બાદ સુરતમાં પણ ઈનટુક અને સુરત શહેર રેલવે મજદૂર સંધ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

તેજસ ટ્રેનની શરૂઆત સાથે જ વિવાદ, ખાનગીકરણ સામે સુરત મજદૂર સંઘનો વિરોધ

સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન અમદાવાદથી સુરત પહોંચે તે પહેલા વિરોધ કરવા પહોંચેલા ઇનટુક અને રેલવે મજદૂર સંઘના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

રેલવે મજદૂર સંઘના પ્રમુખે આરોપ મૂક્યો હતો કે, પોલીસ પાસે આ અંગે પરવાનગી લેવામાં આવી હતી. તેમ છતાં પણ પરવાનગી આપવામાં આવી નથી. જ્યાં લોકશાહી ઢબે વિરોધ કરતાં પોલીસ દ્વારા ભાજપના ઇશારે અટકાયત કરવામાં આવી રહી છે. તેજસ ટ્રેનનું ખાનગીકરણ સામે વિરોધ છે. એ ખાનગીકરણ રદ કરવાની માગ કરાઈ છે.

તેજસ ટ્રેનના ખાનગીકરણ સામે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયેલ અને રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા તેજસ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. ત્યાં બીજી તરફ રેલવે કર્મચારીઓ દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર વિરોધ કરી રહેલા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇ યુનિયનના કર્મચારીઓની સુરત રેલવે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

આ અંગે વેસ્ટન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના પ્રમુખ પ્રશાંત સાવલે જણાવ્યું હતું કે, તેજસ ટ્રેનના ખાનગીકરણને લઇ કર્મચારીઓની ચિંતામાં વધારો થયો છે. એટલું જ નહીં પરંતુ તેજસ ટ્રેનના ખાનગીકરણ સામે મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે. જેની સામે રેલવે કર્મચારીઓનો પણ વિરોધ છે.

ABOUT THE AUTHOR

...view details