સુરતમાં આવેલાઓલપાડ વિસ્તારની સાઈનાઇડ કંપનીમાંથી નિકળતો ઝેરી રાસાયણિક કચરો ભરૂચ જિલ્લામાં ઠાલવતા રંગેહાથ ઝડપાયા બાદ ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યોછે. આ સાઈનાઇડ કંપની ઓલપાડ ગામથી એક કિમી દુર માનવ વસાહત વચ્ચે વર્ષ 1982થી કાર્યરત છે.જોખમી કંપનીનેલઈનેઆસપાસના25000થી વધુ લોકોને માથે સ્વાસ્થને લઇને જોખમ છે. હવે ખેડૂત સમાજના આગેવાનો દ્વારા ધરણા કરીને કંપનીને બંધ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ઓલપાડમાં સાઇનાઇટ કંપનીનો વિરોધ, ધરણાં કરી માંગી આઝાદી
સુરત: ભુતકાળમાં કેમિકલ છોડવાની અનેક ફરિયાદો બાદ હવે વેસ્ટ કેમિકલયુક્ત ઘનકચરો જાહેરમાં ઠાલવવા મુદ્દે કંપનીએ વિવાદ ઉભો કર્યો છે. જાહેરમાં ઘનકચરો ઠાલવવા મુદ્દે કંપનીના સંચાલકો સામે કાર્યવાહી થવી જોઈએ એવી પ્રબળ માંગણી વિસ્તારના લોકોમાં ઉઠી છે. એટલું જ નહીં પરંતુ કંપનીને તાળા મારવાની માંગણી સાથે ફરી આંદોલન શરૂ થવાની ગતિવિધિઓ તેજ બની છે. ગુજરાત ખેડૂત સમાજના નેતૃત્વમાં સોમવારના રોજ કંપનીના ગેટ આગળ ખેડૂતો દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂત આગેવાનોએ માંગ કરી હતી કે,વર્ષોથી કંપની માનવ વસાહત વચ્ચે કાર્યરત છે.જેથી નાગરિકોના સ્વસ્થ્ય માટે જોખમી છે. જેથી આ કંપની કાયમી ધોરણે બંધ થવી જોઈએ.
વિરોધ કરતા ખેડુતો
તો આધરણાં કાર્યક્રમમાં ભાજપ પક્ષનામાજી ધારાસભ્ય સહિતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિતના નેતાઓ પણ જોડાયા હતા.વિરોધ પ્રદર્શનમાં સાઇનાઇડ કંપનીથી આઝાદી મેળવવા માટેના નારા પણ લગાવામાં આવ્યા હતા.