- સરકાર હમશે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હે ના નારાઓ લગાવ્યા
- યુનિવર્સિટીમાં કાઉન્સિલની બેઠકમાં નમો ટેબલેટ બાબતે લેવાયો નિર્ણય
- 25 લાખ વિદ્યાર્થીઓ ટેબલેટ માટે અટવાયા
સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી( VNSGU )માં ગુરૂવારના રોજ છાત્રા યુવા સંઘર્ષ સમિતિ (Chhatra Yuva Sangharsh Samiti) અને આમ આદમી પાર્ટી Aam Aadmi Party Gujarat ના કોર્પોરેટરો દ્વારા યુનિવર્સિટીના કુલપતિનો નમો ટેબલેટ ( NAMO tablet ) બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેટલા વિદ્યાર્થીઓને નમો ટેબલેટ આપવાના બાકી હોય તેવા વિદ્યાર્થીઓને ટેબલેટને બદલે જે પૈસા પરત આપવામાં આવશે. આ બાબતને લઈને છાત્રા યુવા સંઘર્ષ સમિતિ અને આમ આદમી પાર્ટીને નગરસેવકો તેમજ કોર્પોરેટરો દ્વારા વિદ્યાર્થીઓને ટેબલેટને બદલે પૈસા પરત આપવાના છે તે પૈસા વ્યાજ સહિત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
VNSGUમાં NAMO tablet બાબતે યુનિવર્સિટીના કુલપતિ સામે વિરોધ પ્રદર્શન આ પણ વાંચો:VNSGUના વિદ્યાર્થીઓને હજી સુધી ટેબલેટ આપવા આવ્યા નથી
છાત્રા યુવા સંઘર્ષ સમિતિ સાથે આવી આમ આદમી પાર્ટી
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બુધવારે કાઉન્સિલની બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા નમો ટેબલેટ બાબતે જે નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના વિરોધમાં છાત્રા યુવા સંઘર્ષ સમિતિ અને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકાર ચોર તથા યુનિવર્સિટી ચોર છે. સરકાર હમશે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હે ના નારાઓ લગાવ્યા હતા.
VNSGUમાં NAMO tablet બાબતે યુનિવર્સિટીના કુલપતિ સામે વિરોધ પ્રદર્શન 10 લાખ જેટલા વિદ્યાર્થીઓના પૈસા અટવાયા
છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓ દ્વારા નમો ટેબ્લેટ યોજનાના જે ટેગ લાઇન છે તે અનુસારે બધા વિદ્યાર્થીઓ પાસેથી 1000 રૂપિયાની ફીસ પેટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો હતું. છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓના હજાર હજાર રૂપિયા યુનિવર્સિટી 10 લાખ જેટલા વિદ્યાર્થીઓના પૈસા એટલે કે દોઢ કરોડ જેટલા રૂપિયા યુનિવર્સિટીએ આ પૈસા તેમની પાસે રાખ્યા છે. ગઈકાલે સેનેટ સભ્યોની બેઠકમાં અચાનક એવો નિર્ણય કરવામાં આવ્યો કે આ વિદ્યાર્થીઓને તેમને હજાર હજાર રૂપિયા પાછા આપવામાં આવે. આ નિર્ણય સામે અમારે સખત વિરોધ છે. દર્શિત કોરાટ (પ્રમુખ, સુરત છાત્રા યુવા સંઘર્ષ સમિતિ)
આ પણ વાંચો:સુરત વાલી મંડળ દ્વારા ગરીબ બાળકોને NAMO ટેબલેટ આપવાની માગ
ટેબ્લેટના પૈસા વ્યાજ સહીત પાછા આપોની માંગ
સુરત છાત્રા યુવા સંઘર્ષ સમિતિની મહિલા પ્રમુખ જાનવી ભુવા દ્વારા એમ કહેવામાં આવ્યુકે અમારી પાસે છેલ્લા દોઢ વર્ષથી ટેબ્લેટના પૈસા લીધા છે. એમનો કોઈ રિસ્પોન્સ નથી. એટલા માટે અમે અહીયા આવ્યા છે. આ પેહલા અમે 3 મહિના પહેલા આવ્યા હતા ત્યારે તેમનો કોઈ શકારાત્મક જવાબ ન હતો મળ્યો. આજે અમે ફરીથી આવ્યા છીએ. હાલ 25 લાખ વિદ્યાર્થીઓ ટેબલેટ માટે અટવાયા છે. અમે જે પૈસા ભર્યા છે તે વ્યાજ સહીત પાછા આપો કાંતો ટેબ્લેટ આપો. યુનિવર્સિટી 2000 રૂપિયા પેનલ્ટી લેતી હોય તો અમારે પણ પેનલ્ટી જોઈએ. જાનવી ભુવા (મહિલા પ્રમુખ, છાત્રા યુવા સંઘર્ષ સમિતિ)