છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે. દેશના કેટલાક વેપારીઓએ નરેન્દ્ર મોદીની તસ્વીર વાળી સાડીના ઓર્ડર પણ આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીરની ડિમાન્ડ વચ્ચે એના જવાબમાં હવે પ્રિયંકા ગાંધીના તસ્વીરવાળી સાડીઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે. સુરતના વેપારીઓને કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાડીઓ તૈયાર કરવા માટે ઓર્ડર મળી રહ્યા છે.
મોદી અગેન સાડી બાદ પ્રિયંકા ગાંઘીના ફોટોવાળી સાડી આવી માર્કેટમાં - gujarat
સુરત :લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પોતાના નેતાઓની તસ્વીર વાળી સાડીઓને લઇ જંગ શરૂ થઈ ગઈ છે. બજારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર વાલી સાડીઓ બજારમાં ધૂમ મચાવી રહી હતી ત્યારે બીજી બાજુ તેને જોઈ હવે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની તસ્વીર વાળી સાડી પણ બજારમાં આવી ચૂકી છે. પ્રિયંકા ગાંધીની સાથે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તસ્વીર વાળી સાડીઓનો ઓર્ડર સુરતના કાપડ વેપારીઓને મળી રહ્યો છે એટલું જ નહીં કોંગ્રેસ સમર્થિત કાપડના વેપારીઓ પોતાના કાપડના પાર્સલ ઉપર 'કમળ કા ફૂલ હમારી ભૂલ' જેવા સ્લોગનની પટ્ટીઓ લગાવી રહ્યા છે.
સુરતના કાપડ વેપારીઓને અત્યાર સુધીમાં ૨૫ હજારથી વધુ પ્રિયંકા ગાંધી અને ઇન્દિરાની સાડી બનાવવાનો ઓર્ડર મળી ચુક્યો છે. ચૂંટણી પહેલા સુરત ટેક્સટાઈલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર વાળી સાડીઓ તૈયાર થઈ દેશના ખૂણા ખૂણામાં જઈ રહી છે. ત્યારે બીજી બાજુ હવે પ્રિયંકા ગાંધીની તસ્વીર વાલી સાડીઓનો પણ ઓર્ડર ટેકસટાઇલના કાપડ વેપારીઓને મળી રહ્યો છે.
માત્ર સાડી જ નહીં સુરતથી દેશભરમાં મોકલવામાં આવતા કાપડના પાર્સલ ઉપર જે પટ્ટી મારવામાં આવે છે તેની ઉપર નરેન્દ્ર મોદીના સમર્થકો દ્વારા 'નમો અગેઈન' જેવા સ્લોગન લખવામાં આવ્યા હતા. તેના જવાબમાં પણ કોંગ્રેસ સમર્થિત કાપડના વેપારીઓ મેદાનમાં ઉતરી ગયા છે સુરતથી તૈયાર થતા કાપડના પાર્સલ ઉપર જે પટ્ટી મારવામાં આવે છે તેની ઉપર 'કમળ કા ફૂલ હમારી ભૂલ' સ્લોગન છપાવવામાં આવ્યા છે.