સુરત: જાણીતા ઉદ્યોગપતિ મુકેશભાઇ પટેલ અને ડાયમંડ હોસ્પિટલ દ્વારા "ચહેરો ઉજવે આનંદ ઉત્સવ" નામની યોજના શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની અનોખી ઉજવણી કરી છે. આ યોજનામાં 1000 વડીલોને વિનામૂલ્યે દાંતના ચોકઠા બેસાડી આપ્યા છે. ત્યારે હજુ 1500ની ટ્રીટમેન્ટ જારી છે. ડાયમંડ હોસ્પિટલ દ્વારા એક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જ વડીલોને વિનામૂલ્યે દાંતના ચોકઠા બેસાડી દેવાની યોજના શરૂ કરી હતી. એક વર્ષ દરમિયાન આ યોજનાને જબ્બર પ્રતિસાદ સાંપડ્યો છે. અત્યાર સુધીમાં 1 હજાર વડીલોની ટ્રીટમેન્ટ સંપૂર્ણ થઇ ચૂકી છે.
Surat News: સુરતના મુકેશભાઇ પટેલ અને ડાયમંડ હોસ્પિટલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની અનોખી કરાઈ ઉજવણી - Diamond Hospital
સુરતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશભાઇ પટેલ અને ડાયમંડ હોસ્પિટલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની અનોખી ઉજવણી કરી છે. "ચહેરો ઉજવે આનંદ ઉત્સવ" નામની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં 1000 વડીલોને વિનામૂલ્યે દાંતના ચોકઠા બેસાડી આપ્યા છે. ત્યારે હજુ 1500ની ટ્રીટમેન્ટ જારી છે.
Published : Sep 18, 2023, 11:24 AM IST
"આ સેવા યજ્ઞનું નામ ચહેરો ઉજવે આનંદ ઉત્સવ છે. જેમાં આપણા વડીલો જીઓની દાંતમાં અસહ્ય પીડા થતી હોય તે ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ પ્રકારની દાંતનું ટ્રીટમેન્ટ કરાવો ખૂબ જ મોંઘો હોય છે. ત્યારે લેબ ડાયમંડના માધ્યમથી સૌ લોકોને ફ્રી ઓફ કોસ્ટમાં ચોકઠાની સેવા શરૂ કરી ગત વર્ષે આજના દિવસે શરૂ કરવામાં આવી હતી. જેમાં ગયા વર્ષે ત્રણ હજારથી વધુનું રજીસ્ટ્રેશન થયું હતું. આ સેવામાં સંખ્યા વધવાથી અને રજીસ્ટ્રેશન પણ ખૂબ જ થયું છે."--મુકેશભાઇ પટેલ ( ગ્રીન લેબ પ્રમુખ)
3200 સુધી રજીસ્ટ્રેશન થયું:વધુમાં જણાવ્યું કે, આ સેવાયજ્ઞમાં અત્યાર સુધી 3200 સુધી રજીસ્ટ્રેશન થયું છે. એમાંથી 1200 લોકોનું સ્ટેટમેન્ટ કરી આપવામાં આવ્યું છે. તે ઉપરાંત જે 3000 વ્યક્તિઓ પ્રોસેસમાં હોય છે. જેમકે, એક વ્યક્તિને પાંચ સીટિંગ હોય, સાત સીટિંગ હોય એવા વ્યક્તિઓને આ પ્રમાણે તેઓના દાંતના ચોકઠાંનું માપ લેવામાં આવતું હોય છે. ત્યારે આજે એવું નક્કી કરવામાં આવ્યું છેકે, જેટલા પણ રજીસ્ટ્રેશન થયા છે. કુલ ટોટલ 6,000 થી વધારે રજીસ્ટ્રેશન થયું છે. તો છેલ્લામાં છેલ્લા વ્યક્તિને પણ આ સેવા યજ્ઞનો લાભ આપીશું. ત્યાં સુધી આ સેવાયજ્ઞ અવિરત ચાલશે.