ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્વચ્છતા કીટ વિવાદમાં - The hygiene kit is in dispute

સુરત : પ્રાથમિક શિક્ષણ સમિતિ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે વિવાદ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા સ્વચ્છતા કીટને લઈને છે. વિપક્ષનો આરોપ છે. કે, જે નિર્ધારિત વસ્તુઓ આ કીટમાં આપવી જોઈતી હતી, તેનાથી હલકી કક્ષાના અને ઓછા ભાવની વસ્તુઓ સામેલ કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ શિક્ષણ સમિતિના પ્રમુખે આરોપને તદ્દન ખોટા અને પાયા વિહોણા ગણાવ્યા હતા.

etv bharat surat

By

Published : Oct 2, 2019, 2:53 PM IST

સુરતના સરથાણા વિસ્તારમાં ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સ્વચ્છતા કીટ શિક્ષણ સમિતિ તરફથી આપવામાં આવી હતી. સ્વચ્છતાના માર્ગદર્શન હેઠળ આ સ્વચ્છતા કીટમાં દરેક વસ્તુઓને સામેલ કરવામાં આવી હતી. જેથી બાળકોમાં સ્વચ્છતાને લઈ જનજાગૃતિ આવે. પરંતુ સમિતિના વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો. કે, આ સ્વચ્છતા કીટ મારફતે બાળકોને છેતરવામાં આવ્યા છે.

પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્વચ્છતા કીટ વિવાદમાં

આ કીટમાં લક્સ સાબુનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ઇજારદાર દ્વારા અન્ય કંપનીનો સાબુ આ કીટમાં મુકવામાં આવ્યો હતો. જે કિંમતમાં ખૂબ જ સસ્તો છે. બીજી બાજુ લિસ્ટમાં હેન્ડવોશનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.જેની કિંમત આશરે 17 રૂપિયા છે. જેની જગ્યાએ માત્ર 4 રૂપિયા વાળા પેપર્સ શૉપ બાળકોને આપી દેવામાં આવ્યા હતા. ઇજારદારને બતાવવામાં આવ્યું હતું. કે, બાળકોને જે રુમાલ આપવામાં આવશે તે ફ્રી સાઈઝનો હશે. પરંતુ બાળકોને લેડીઝ રૂમાલ આપી દેવામાં આવ્યા હતા. સ્વચ્છતા કીટ બરાબર ન હોવા છતાં બાળકોને આ કીટ આપવામાં આવી હતી.

ગણિત અને વિજ્ઞાન મેળામાં આવેલા વિદ્યાર્થીઓને જે સ્વચ્છતા કીટ આપવામાં આવી હતી. તેનો એક વીડિયો વિપક્ષ દ્વારા વાયરલ પણ કરવામાં આવ્યો હતો. જ્યાં આ ગંભીર આરોપ શિક્ષણ સમિતિ ઉપર લગાવવામાં આવ્યો હતો. જેને લઇ શિક્ષણ સમિતિના પ્રમુખ હસમુખ પટેલે જણાવ્યું હતું. કે, આ કિટમાં કોઈપણ બેદરકારી કે ગડબડ નથી. જે વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે તમામ વસ્તુઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. તેમજ વિપક્ષ દ્વારા જે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે.


એકબાજુ જ્યાં શિક્ષણ સમિતિના ચેરમેન આક્ષેપોને તદ્દન ખોટા બતાવી રહ્યા છે. ત્યારે કીટના વિડીયો અને કીટમાં જે પણ વસ્તુ સામેલ થઇ હતી. તેના લેખિત પુરાવાને લઈ વિપક્ષ વારંવાર આક્ષેપો કરી રહ્યી છે. તેમજ આવનાર બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવવાની વાત વિપક્ષે કરી છે. જો કે, એક વાત સ્પષ્ટ છે કે, જો પરિપત્રની અંદર જે વસ્તુનો ઉલ્લેખ છે. તે પૈકીની કેટલીક વસ્તુઓ અન્ય વસ્તુઓથી સાવ અલગ જ છે. તેમજ કીટકોની પણ તેમાં ગંધ આવી રહી છે. જે તપાસનો વિષય માંગી લે છે.

ABOUT THE AUTHOR

...view details