સુરત: સુરત સહિત દેશભરમાં જ્યારે નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને ગુજરાતમાં માતાજીના આરાધના માટે ગરબાનું આયોજન પણ વર્ષોથી ચાલતી આવી પરંપરા છે. નવરાત્રીને લઈ સુરત પોલીસ કમિશ્નરની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત સીટી પોલીસ તમારી સાથે તમારા માટે"ના સૂત્રને સાર્થક કરવા પોલીસે પૂર્વ તૈયારીઓ કરી લીધી છે.
જાણો નવરાત્રિમાં સુરત પોલીસ દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે ?
- દારૂનો નશો કરી વાહન હંકારતા લોકો પર પોલીસની બાજ નજર રાખવામાં આવશે.
- પોલીસ દ્વારા તડીપાર કરવામાં આવેલ લોકોને શોધી કાઢવા પણ ટીમ કામે લાગી છે.
- શહેરમાં દારૂની હેરાફેરી કરતા બુટેલગરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
- મોબાઈલ ચોરી જેવા બનાવો ન બને તે માટે દરેક કાળજી લેવાની જરૂર છે.
- વાહન ચોરીના બનાવો ન બને તે માટે સીસીટીવી કેમેરા સહિત મેન પાવરનો ઉપયોગ કરવામાં આવશે.
- નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
- દ્રોણ કેમેરા, સીસીટીવી અને બોડી વોર્ડ કેમેરાથી સતત મોનીટરીંગ કરવામાં આવશે.
- ખેલૈયાઓએ હંમેશા લોકોની અવરજવરવાળા વિસ્તાર પરથી પસાર થવાનો આગ્રહ રાખવો જોઈએ.
- કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ છે, જે કોઈ સમસ્યા ઉદભવે તો પોલીસને જાણ કરે. કોઈ પણ વ્યક્તિ કાયદો વ્યવસ્થા હાથમાં નહિ લે.
- રાત્રિ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરવામાં આવશે.