ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત આવી શકે છે 1 નંબર પર, મનપાએ જનતા પાસે માગ્યો ફિડબેક - Cleanliness Survey Program in Surat

સુરત: સ્વચ્છતા સર્વેક્ષણ 2020 શરૂ થઈ ગયું છે. ત્યારે આ સર્વેક્ષણમાં સુરત શહેર નંબર વન આવે તે માટે મહા નગરપાલિકાએ પણ કમર કસી છે. સર્વેક્ષણમાં પ્રથમ લાવવા માટે પાલિકા જાણે ક્રિકેટ મેચના પ્લેયરની જેમ મેદાનમાં ઉતરી છે. શહેરીજનોને VOTE FOR YOUR CITY એપ પર સુરતના લોકોનો ફીડબેક માગી રહી છે અને શહેરમાં ઠેર-ઠેર હોર્ડિંગ અને બેનર પણ લગાડવામાં આવ્યા છે. જેમાં સ્વચ્છતા માટે લોકોને અપીલ કરી આ ફીડબેકમાં ભાગ લેવા જણાવ્યું છે.

surat
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરને પ્રથમ લાવવા થઈ રહી છે તૈયારીઓ

By

Published : Jan 7, 2020, 7:49 PM IST

હાલ સ્વચ્છતા સર્વેક્ષણ 2020 ચાલી રહ્યું છે, જેમાં સુરત સ્વચ્છ સિટી તરીકે નંબર વન આવે એ માટે સુરત મહા નગરપાલિકાએ ખાસ કવાયત હાથ ધરી છે. સુરતને સ્વચ્છતામાં પહેલો ક્રમાંક મળે એ માટે શહેરના સમગ્ર વિસ્તારમાં પાલિકા દ્વારા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. હોર્ડિંગસમાં શહેરીજનોને અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ સ્વચ્છતા વીરોની જેમ પોતાના શહેરને સ્વચ્છ બતાવે. જેના માટે તેઓ VOTE FOR YOUR CITY એપમાં 7 સવાલોના જવાબ આપી શહેરને સ્વચ્છ દર્શાવશે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરને પ્રથમ લાવવા થઈ રહી છે તૈયારીઓ

આ અંગે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બન્છાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આ સર્વેક્ષણમાં લોકોનું ફીડબેક મેળવવું ખૂબ જ જરૂરી છે. બે દિવસ અગાઉ આ સર્વેક્ષણમાં સુરત નંબર વન હતું. પરંતુ હાલ નંબર 6 પર છે. લોકોનો ફીડબેક જેવી રીતે મળશે. તેમ તેમ સુરત નંબર વન પર આવી શકશે.

ABOUT THE AUTHOR

...view details