સુરત: શહેરમાં કોરોના વાઇરસના એક બાદ એક પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે બુધવારે સમી સાંજે વધુ એક કોરોનાનો કેસ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. સુરતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 22 પર પહોંચી છે.
કોરોના ટેસ્ટિંગ માટે રેપીડ કીટ પાલિકા દ્વારા ખરીદવાની તૈયારી હાથ ધરાઇ
સમગ્ર દેશમાં કોરોના વાઇરસથી બચવા માટે અને કોરોનાના કેસમાં વધારો ન થાય તે માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, એવામાં સુરત મ્યુનિસિપાલિટી દ્વારા કોરોના વાઇરસના ટેસ્ટિંગ માટે રેપિડ કીટ ખરીદવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.
જો કે આ વખતે સામે આવેલા પોઝીટીવ દર્દીના કેસમાં કોરોનાના લક્ષણો દેખાયા નથી. તેમ છતાં કેસ પોઝિટિવ આવતા ગુજરાતમાં એકમાત્ર આ કેસ નોંધાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ માસ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોના તાત્કાલિક ટેસ્ટિંગ કરવા માટે રેપિડ કીટ પાલિકા દ્વારા ખરીદવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.
આ રેપિડ કીટ દ્વારા માસ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોના લેબ ટેસ્ટ કરવામાં ખૂબ જ સરળતા મળી રહેશે. પાલિકા અધિકારી ડૉ.પ્રદીપ ઉમરીગરે જણાવ્યું છે કે, સામે આવેલા કેસને જોતા લોકોએ સાવચેતી અને તકેદારી રાખવાની જરૂરું છે. ખાંસી, શરદી અને તાવના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના હેલ્થ સેન્ટર પર બતાવવું ફરજીયાત છે. જેથી કોમ્યુનિટી લોકલ ટ્રાન્સમિશન કેસને વધતા અટકાવી શકાય.