સુરતબાળકોમાં સારા સંસ્કારનું સિંચન(good manners in children)થાય અને આદર્શ બાળક બને આ માટે હાલ પ્રાચીન ગર્ભ સંસ્કારનું ચલણ જોવા મળે છે. બીજી બાજુ ગણેશ ઉત્સવની( Ganesh Chaturthi in 2022 )ધૂમ છે ત્યારે સુરતમાં ગર્ભવતી મહિલાઓ ગર્ભ સંસ્કાર સેશનમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનું(garbha samskara sessions )શીખી રહી છે. જેના કારણે બાળકોમાં ધાર્મિક ભાવના અને પર્યાવરણ લક્ષી હિત ગર્ભમાં રહીને આવશે એવું માનવામાં આવી રહ્યું છે. ગર્ભવતી માતાઓ માટીના ગણેશ બનાવતી ગજાનંદનું સ્મરણ કરીને પોતાને ત્યાં પણ ગણેશ જેવા ઉત્તમ અને જ્ઞાની સંતાન પ્રાપ્ત થાય એવી પાર્થના કરે છે.
બાળક સારા સંસ્કારનું સિંચનસુરતમાં ડિવાઇન બેબી ગર્ભ સંસ્કાર સેન્ટર (Divine Baby Garbha Sanskar Center)દ્વારા ગણેશ ઉત્સવના પર્વ પર ખાસ સેશનનું આયોજન કરવામાં (eco friendly Ganapati )આવ્યું છે. જેમાં આવનાર ગર્ભવતી મહિલાઓને આર્ટિસ્ટ આયુષી દેસાઈ કઈ રીતે માટીના ગણપતિ બનાવી શકાય તેની ટ્રેનિંગ આપી રહી છે. કહેવાય છે કે ગર્ભમાં રહેલ બાળક સારા સંસ્કારનું સિંચન ત્યાંથી જ કરે છે જેનું ઉદાહરણ પ્રાચીન કાળથી જોવા મળે છે અને પ્રાચીનકાળથી જે ગર્ભ સંસ્કારએ ખૂબ જ પ્રચલિત પ્રથા પણ રહી છે.
પ્રથાને અનુસરી ગર્ભવતી મહિલાઓસુરતમાં પણ આ પ્રથાને અનુસરી ગર્ભવતી મહિલાઓને ગણેશ ઉત્સવના પાવન પર્વના અનુસંધાને માટીના ગણેશજી કઈ રીતે બનાવી શકાય તે શીખવાડમાં આવી રહ્યું છે. શ્રીજીના એક એક અંગ કઈ રીતે બનાવવામાં આવે છે. એ માતા શીખી રહી છે .જેનો અનુભવ તેઓ જણાવતાં નિશબ્દ પણ થઈ ગયા છે. પર્યાવરણ લક્ષી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવા માટેનો મુખ્ય ઉદ્દેશ છે કે બાળકને એક તરફ ધાર્મિક લાગણી ગર્ભમાં રહીને શીખવા મળશે અને બીજી બાજુ પર્યાવરણની જાળવણી અંગે પણ સંસ્કાર મળશે. સર્જનહાર આપણું સર્જન કરે છે. એજ સર્જનહારની માટીની પ્રતિમા બનાવીએ તેના પરથી એ જાણી શકાય છે કે કોઈ વસ્તુનું સર્જન કરવું કેટલું મુશ્કેલ છે. તે પણ શીખવા મળે છે.