- બારડોલીના આશાપુરા માતા અને શામરીયા મોરા વિસ્તારમાં ભરાયા Rain પાણી
- બોક્સ ડ્રેનેજની કામગીરીને કારણે સ્થિતિ સર્જાઇ
- પાલિકાએ પાણી નિકાલની વ્યવસ્થા કરી
બારડોલી : બારડોલી સહિત જિલ્લા આજે સવારે પવન સાથે વરસાદ ( Rain ) વરસ્યો હતો. અડધો કલાક વરસેલા સામાન્ય વરસાદમાં જ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જતા નગરપાલિકાના પ્રિ મોન્સૂન (pre monsoon plan )કામગીરીની પોલ ખુલી ગઈ હતી. ખાસ કરીને આશાપુરા માતા અને શામરીયા મોરા વિસ્તારમાં ખાડી પર પાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલી બોક્સ ડ્રેનેજને કારણે વરસાદી પાણીનો નિકાલ ( Rainwater disposal ) થઈ શક્યો ન હતો. આથી રોડ પર પાણી ભરાઇ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી. પાલિકાની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી JCB વડે ચેમ્બર તોડી પાણીનો નિકાલ કર્યો હતો.
ચોમાસામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે તેવી સંભાવના
Bardoli municipality ના અણઘડ વહીવટને કારણે આ વખતમાં ચોમાસામાં બારડોલીના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. જ્યાં ભારે વરસાદમાં પણ પાણી ન હતા ભરાતા તેવા વિસ્તારોમાં પણ માત્ર નજીવા વરસાદમાં પાણી ભરાઇ જતા લોકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા શહેરના મધ્યમાંથી પસાર થતી ખાડીને બોક્સ ડ્રેનેજમાં ફેરવવાની કામગીરી ચાલી રહી છે જે શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. અને હવે ચોમાસામાં આ બોક્સ ડ્રેનેજને કારણે જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ રહ્યું છે.