- કીમ-માંડવી રાજ્યધોરી માર્ગ પર હાઇવે ઓથોરિટી દ્વારા રસ્તાની મરામત હાથ ધરાઈ
- રસ્તા પર ઠેર ઠેર પડી ગયા છે ખાડા
- પ્રિ-મોન્સૂનની કામગીરીના ભાગરૂપે રસ્તાની મરામત હાથ ધરી
સુરતઃકીમ-માંડવી રાજ્યધોરી માર્ગ પર હાઇવે ઓથરિટી દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરીના ભાગરૂપે રસ્તાની મરામત હાથ ધરી હતી. રાજ્યધોરી માર્ગ પર કરંજ ટોલનાકા નજીક ખાડા પડી ગયા છે, ત્યારે હવે ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વાહનચાલકોને હાંલાકી વેઠવાનો વારો ન આવે તે માટે રસ્તામાં પડેલા ખાડાઓમાં ડામર પાથરી ખાડા પૂરી રહ્યા છે છેલ્લા બે ત્રણ દિવસથી હાઇવે ઓથોરિટી દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં તોમાસુ શરૂ થવાની તૈયારીમાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં 19 જુલાઇ સુધીમાં વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી છે.
આગામી ચોમાસા દરમિયાન સંભંવિત કુદરતી આફતો સામે આગોતરા આયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજવામાં આવી. જેમાં એક્શન પ્લાનના અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની તાકીદ કરી હતી.
અમદાવાદમાં વરસાદ આવતા જ તંત્રની પોલ ખુલી ગઈ છે. ત્યારે દરેક રસ્તા પર ભુવા જોવા મળ્યાં છે તેમજ ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની જેમ યથાવત રહી છે. રસ્તાઓ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે તેમ છંતા એક જ વરસાદમાં રસ્તાઓ પહેલા જેવા જ બની જાય છે. ત્યારે હવે કોર્પોરેશનમાં રોડ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે નવરાત્રી સુધી કોઈ નવો રોડ બનાવવામાં આવશે નહીં.
વરસાદ આવે અને અમદાવાદ શહેરના હાલ બેહાલ થઇ જાય અને ચોમાસુ આવતાની સાથે જ તંત્રની પોલ ખૂલી જાય છે તે દર વર્ષે બને છે. ચોમાસા પહેલા પ્રિ- મોન્સૂન કામગીરી કરવામાં આવે છે પણ તે પોકળ સાબિત થઇ છે. આ વર્ષે પણ અમદાવાદમાં પહેલા વરસાદમાં જ રસ્તા સંપૂર્ણ ધોવાઈ ગયા છે અને શહેરમાં રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળી રહી છે.