ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત સરકારી સાયન્સ કોલેજની મુલાકાત લેતાં રાજ્ય શિક્ષણપ્રધાન, લેબનું ઉદ્ઘાટન કરતાં વિપક્ષ પર વાર - કેમેસ્ટ્રી લેબ

રાજ્ય શિક્ષણપ્રધાન પ્રફુલ પાનશેરીયાએ સુરતમાં (Praful Panseria in Surat ) સરકારી સાયન્સ કોલેજ (Surat Government Science College ) ની મુલાકાત લીધી હતી. તેમણે સરકારી સાયન્સ કોલેજના કેમેસ્ટ્રી લેબનું ઉદઘાટન ( Government Science College Laboratory )કર્યું અને કેમેસ્ટ્રી લેબના વિદ્યાર્થીઓ જોડે વાર્તાલાપ કર્યો હતો.

સુરત સરકારી સાયન્સ કોલેજની મુલાકાત લેતાં રાજ્ય શિક્ષણપ્રધાન, લેબનું ઉદ્ઘાટન કરતાં વિપક્ષ પર વાર
સુરત સરકારી સાયન્સ કોલેજની મુલાકાત લેતાં રાજ્ય શિક્ષણપ્રધાન, લેબનું ઉદ્ઘાટન કરતાં વિપક્ષ પર વાર

By

Published : Dec 31, 2022, 5:32 PM IST

કેમેસ્ટ્રી લેબના વિદ્યાર્થીઓ જોડે વાર્તાલાપ પણ કર્યો

સુરત રાજ્ય શિક્ષણપ્રધાન પ્રફુલભાઈ પાનશેરીયા (Praful Panseria in Surat ) શહેરના સીમાડા ગામ ખાતે આવેલ સરકારી સાયન્સ કોલેજની મુલાકાત(Surat Government Science College ) લઇ સરકારી સાયન્સ કોલેજના કેમેસ્ટ્રી લેબનું કર્યું ઉત્ઘાટન કર્યું અને કેમેસ્ટ્રી લેબના વિદ્યાર્થીઓ જોડે વાર્તાલાપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમારા સુરત શહેરના વરાછા વિસ્તારમાં બે કોલેજ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા માગણી કરવામાં આવી હતી. તે માંગણી પૂરી કરી દેવામાં આવી છે. તેની એડમિશન પ્રક્રિયા નવા સત્રથી શરૂ કરી દેવામાં આવી છે. આજે 77 જેટલાં વિદ્યાર્થીઓ BSC સાયન્સમાં અભ્યાસ કરી રહ્યા છે.આજે કેમેસ્ટ્રી લેબનું ( Government Science College Laboratory ) પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો શિક્ષણ પ્રધાન અને કામરેજ ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયા આવ્યા એક્શન મોડમાં

લિંબાયતની કોલેજ પણ બને તેની રજૂઆતતેમણે (Praful Panseria in Surat ) વધુમાં કહ્યું કે આ ભવન તત્કાલ શરૂ કરવાથી એસ.એમ.સી ની શાળામાં કોલેજ ચલાવી રહ્યા છીએ. ત્યારે ગત અઠવાડિયે આ ભવન ખુબ જ સરસ અને શ્રેષ્ઠ બને અને લિંબાયતની કોલેજ પણ બને એ માટે અમે રાજ્યના નાણા વિભાગ અને શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે. અમને આશા છે કે જમીનની માંગણીઓ છે તે પૂરી થઈ જાય એટલે એક વર્ષની અંદર જ કોલેજનું નવું ભવન બનાવી દેવામાં આવશે તેવા લક્ષ સાથે અમે ચાલી રહ્યા છીએ.

આ પણ વાંચો વિશ્વનું સૌથી ઝડપથી વિકસતા શહેરને 2022માં મળેલી સોગાત જૂઓ

વિપક્ષને ખબર જ નથી કે વરાછામાં સાયન્સ કોલેજ શરૂ થઈ ગઈ છે પ્રફુલભાઈ પાનશેરીયાએ (Praful Panseria in Surat ) વધુમાં કહ્યું કે વિપક્ષને ખબર જ નથી કે, વરાછામાં સાયન્સ કોલેજ શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરવા માંડ્યા છે. આજે કેમેસ્ટ્રી લેબનું ઓપનિંગ પણ કરી દેવામાં આવ્યું છે. આવનારા સમયમાં અમે પાંચ છ મહિનામાં અમે નવા ભવનનું નિર્માણ કરીશું તેઓ લક્ષ રાખી રહ્યા છીએ. થોડું ટેક્નિકલ બાબતેમાં એમથી તેમ થાય બે-ત્રણ મહિના આગળ પાછળ થાય. પરંતુ નવું ભવન એક વર્ષમાં બને તેવું અમારું લક્ષ્ય છે.

સુરત ગ્રામ્યની 34 શાળાઓનો શહેરમાં સમાવેશ પ્રફુલભાઈ પાનશેરીયાએ (Praful Panseria in Surat ) વધુમાં કહ્યું કે સુરતમહાનગરપાલિકાના હદ વિસ્તરણમાં ગ્રામ્યની 34 નગર પ્રાથમિક શાળાઓ સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ શાળાઓનું વહીવટી ખર્ચ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતું હતું ત્યારે 29 તારીખના રોજ આ વહીવટી પ્રકરણને સુધક બનાવવા માટે અને તેનો સંચાલન સુરત મહાનગરપાલિકા કરે તે આશાને લઈને તમામ ધારાઓ અમે મંજૂરીઓ માટે રાજ્ય સરકારમાં કમિશનર સાથે ચર્ચા વિચારણા કરીને મંગાવ્યું છે. રાજ્ય સરકારે મંજૂરી આપી છે. ત્યારે હવે આ 34 શાળાઓનું વહીવટી ખર્ચ સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કરશે.

ABOUT THE AUTHOR

...view details