રાજ્યસભાની શરૂઆત થતાં જ ગૃહપ્રધાન અમિત શાહે કલમ 370 હટાવવા અને J&Kના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ હતી. આમ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો દૂર કર્યો હતો. આમ હવે લદ્દાખ અલગ રાજ્ય બનશે.
પ્રદિપસિંહ જાડેજાએ કલમ 370 અંગેના નિર્ણયને આવકારી ગૃહપ્રધાનને આપ્યા અભિનંદન - અભિનંદન
સુરત : શહેરના વિવિધ કાર્યક્રમોમાં આવેલા ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કલમ 370 અંગેના નિર્ણયને આવકાર્યો અને ગૃહપ્રધાન અમિત શાહને અભિનંદન આપ્યા હતા.

પ્રદિપસિંહ જાડેજાએ કલમ 370 અંગેના નિર્ણયને આવકાર્યો અને ગૃહપ્રઘાનને આપ્યા અભિનંદન
પ્રદિપસિંહ જાડેજાએ કલમ 370 અંગેના નિર્ણયને આવકાર્યો અને ગૃહપ્રઘાનને આપ્યા અભિનંદન
આ સાથે જ અમિત શાહે બંને રાજ્યોને કેન્દ્ર શાસિત બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. અમિત શાહની આ જાહેરાત પછી વિપક્ષે ખૂબ હોબાળો કર્યો હતો. ત્યારે આ મામલે ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની પ્રતિક્રિયા આપી હતી.
સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા આવેલા પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આની જાહેરાત કરી હતી અને તે આજે પૂર્ણ કર્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય ઐતિહાસિક છે તેનું સ્વાગત કરી તે માટે અમિત શાહને અભિનંદન આપ્યા હતા.