કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના સમર્થનમાં ડરો મતના લાગ્યા પોસ્ટરો સુરત:કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજરોજ સુરત આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને મોદી સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાબતે દોષિત જાહેર કરી 2 વર્ષની સજા સંભળાવી હતી. જો કે તેમને તાત્કાલિક જામીન મળી ગયા હતા.
આ પણ વાંચોઃRahul Gandhi Aappeal: રાહુલ ગાંધી આજે સુરતમાં, માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટમાં અપીલ કરશે
રાહુલ ગાંધી સુરતમાંઃ રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકની એક જાહેરસભામાં ચૂંટણી પ્રચાર વખતે મોદી સમાજને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી. તેની સામે સુરતના ધારાસભ્ય પુર્ણશ મોદી દ્વારા સુરતની નીચલી કોર્ટમાં સમાજની બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ચાલી જતા રાહુલ ગાંધીને નીચલી કોર્ટ દ્વારા દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ તેમનો તાત્કાલિક જામીન પર છુટકારો થયો હતો.જેને લઇને કોંગ્રેસ પરિવારમાં રોષ જોવા મળ્યો હતો,ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો,ત્યારે આજરોજ રાહુલ ગાંધી સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવાના છે. જેને લઇને તેઓ ફરી સુરત આવી રહ્યા છે.
રાહુલ ગાંધીને સમર્થનઃ આ દરમિયાન આજે તેઓ સુરત સેશન્સ કોર્ટમાં સજાની સામે અપીલ કરવામાં સુરત આવી રહ્યા છે. તેઓ દિલ્હીથી પોતાની લીગલ ટીમને લઈને આવી રહ્યા હોય સુરતમાં તેમના સમર્થન માટે કોંગ્રેસીઓએ તડામાર તૈયારીઓ કરી છે. સુરતના ગૌરવપથ ઠેર ઠેર કોંગ્રેસના ઝંડા ઉપરાંત રાહુલગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ડરો મત, સત્યમેવ જયતે જેવા સૂત્રો સાથેના બેનરો વિવિધ સર્કલો તેમજ રસ્તોઓ પર લગાવી રાહુલ ગાંધીને સમર્થન આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃRahul Gandhi Appeal : રાહુલના કેસને લઈને નેતાઓના અનોખા નિવેદનો, દેશમાંથી કોંગ્રેસીઓનો સુરતમાં ખડકલો
પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ રાહુલ ગાંધીના આગમનને લઈને કોંગ્રેસના ટોચના નેતાઓ સુરત આવી ગયા છે,રાજસ્થાન ના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ટૂંક સમયમાં એરપોર્ટ પર આવે છે. જેને લઇને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે,કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી બપોરે ૨ વાગ્યા પછી આવે તેવી શક્યતા છે.