સુરત: શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલ મીરા નગર સોસાયટી સહિતની (Varachha area of Surat city)આસપાસ આવેલા 12 થી 15 જેટલી સોસાયટીઓની બહાર બેનર લાગ્યા છે. જેના કારણે વિવાદ સર્જાયો છે. પીળા રંગના આ બેનર સોસાયટીના ગેટ બહાર લગાડવામાં આવ્યા છે. આબેનરમાં લખવામાં આવ્યું છે કે વિધર્મીઓ આ વિસ્તારની બહેનો દીકરીઓને લવ જેહાદમાં (Sister daughters are not safe from heretics)ફસાવે છે. આપણી મહિલાઓ આ વિસ્તારમાં વિધર્મી યુવકોના કારણે સુરક્ષિત નથી. એટલું જ નહીં આ બેનરમાં લખવામાં (Posters against heretics)આવ્યું છે કે મકાન કે દુકાન વિધર્મીઓને ભાડે આપવામાં આવે નહીં.
મકાન કે દુકાન ભાડે ન આપવા નિર્ણય લેવાયો
અત્રે ઉલ્લેખનીય છે કે આ બેનેરો કોણે લગાવ્યા છે તે કોઈ પણ સામે આવીને કહેવા તૈયાર નથી. પરંતુ જાણવા મળ્યું છે કે સ્થાનિકસોસાયટીના રહીશોએ થોડાક દિવસ પહેલા આ સોસાયટીના લોકોએ મીટીંગ કરી હતી જેમાં વિધર્મીઓને મકાન કે દુકાન ભાડે ન આપવા નિર્ણય (Posters of heretics appeared in Surat )લેવાયો હતો. એટલું જ નહી જાણવા મળ્યું છે કે મિટિંગમાં ગર્ભિત ધમકી પણ આપવામાં આવી હતી કે જેઓએ મકાન કે દુકાન ભાડે આપ્યું છે તે તાત્કાલિક ખાલી કરાવી દે નહીં તો સંપત્તિને નુકસાન થઈ શકે છે જેની માટે તેઓ જવાબદાર હશે.
આ પણ વાંચોઃ 'સત્તાધારીઓ શરમ કરો..!' કેશોદમાં આખલાના ત્રાસથી કંટાળેલા લોકોએ બેનર લગાવ્યાં...