સુરતગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દરેક રાજકીય પક્ષ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે દરેક પ્રયાસ કરી રહી છે ત્યારે ગુજરાતનું પાટનગર સુરતમાં વેપારીઓ અને શ્રમિકોને પોતાની તરફ આકર્ષવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યપ્રધાન (Chief Minister of Delhi) અરવિંદ કેજરીવાલ સતત બેઠકો કરી રહ્યા છે. પીએમ મોદી અને અરવિંદ કેજરીવાલ બંને જાણે છે કે સુરતમાં બાર બેઠકો પર જીત હાસિલ કરવી હોય તો શહેરના હીરા અને કાપડ ઉદ્યોગ મહત્વની ભૂમિકા (Important role of Diamonds and textile industry) ભજવી શકે છે.
પીએમ નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સતત બેઠકો કરી રહ્યા છે. પીએમ મોદી અને અરવિંદ કેજરીવાલ બંને જાણે છે કે સુરતમાં બાર બેઠકો પર જીત હાસિલ કરવી હોય તો શહેરના હીરા અને કાપડ ઉદ્યોગ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.. દરેક રાજકીય પક્ષોની નજર ઉદ્યોગમાં કામ કરનાર લોકો અને વેપારીઓ ઉપર સુરત શહેરમાં કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગના કારણે લાખોની સંખ્યામાં લોકોને રોજગારી મળે છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના 21 રાજ્યોથી આવેલા પરપ્રાંતિયોને સુરત આજીવીકા માટે એક પ્રમુખ શહેર બની ગયું છે. સુરતમાં વિશ્વના 100માંથી 90 હીરા સુરતમાં કટીંગ પોલિશીંગ થાય છે. આશરે દસ લાખથી વધુ રત્ન કલાકારો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ ઉદ્યોગમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો ઉદ્યોગ ચલાવી રહ્યા છે. બીજી બાજુ કાપડ ઉદ્યોગની વાત કરવામાં આવે તો આ ઉદ્યોગ સાથે 15 લાખ લોકોને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે રોજગારી મળે તે છે. આ બંને ઉદ્યોગમાં લાગોની સંખ્યામાં લોકો રોજગારી મેળવે છે. ત્યારે દરેક રાજકીય પક્ષોની નજર આ ઉદ્યોગમાં કામ કરનાર લોકો અને વેપારીઓ ઉપર હોય છે. આ જ કારણ છે કે વિધાનસભા ચૂંટણી સમયે દરેક પાર્ટીના નેતાઓ આ ઉદ્યોગો સાથે સંકળાયેલા વેપારીઓ અને શ્રમિકો સાથે બેઠકો કરી રહ્યા છે. જન સભા સંબોધી રહ્યા છે.
અનેક સમસ્યાઓનો સામનો વેપારી વર્ગ કરી રહ્યો છેગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાત રાજકારણમાં મેગા શો કરવા માટે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા હતા. અહીં તેઓ સુરતના 40 હીરાના ઉદ્યોગકારો વિવિધ સગઠનોના સામાજિક આગેવાનોને મળ્યા હતા.પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં સુરત ટેક્સટાઈલ હબ (Surat Textile Hub) બની ગયું છે. 20 વર્ષ પહેલા સુરતમાં 2.5 લાખ ટેક્સટાઈલ મિલો હતી, આજે 7 લાખ મિલો છે. તેઓએ હીરા ઉદ્યોગ ની પણ પ્રશંસા કરી હતી.
ભાજપ સરકાર વેપારીઓને ડરાવી અને ધમકાવે છે બીજી બાજુ અરવિંદ કેજરીવાલ પણ કાપડ અને હીરા ઉદ્યોગના વેપારીઓને સતત બે દિવસ મળ્યા હતા. પહેલા દિવસે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સાથે સ્થાનિક હોટલમાં મીટીંગ કરી હતી. ત્યારબાદ તેઓએ મીની હીરા બજાર ખાતે એક જનસભા સંબોધિ વેપારીઓ અને રત્ન કલાકારો સાથે વાતચીત કરી હતી. અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર વેપારીઓને ડરાવી અને ધમકાવે છે. GST નોટબંધીવાદ અનેક સમસ્યાઓનો સામનો વેપારી વર્ગ કરી રહ્યો છે. તેમની પાસેથી હપ્તા વસુલી કરવામાં આવે છે. જો આમ આદમીની સરકાર બનશે તો તેમને તમામ પ્રકારની સુવિધા દિલ્હી અને પંજાબની જેમ જ મળશે.
સતત બેઠક ચાલી રહી છેરાજકારણ નિષ્ણાંત નરેશ વરિયા એ જણાવ્યું હતું કે બંને ઉદ્યોગ ગુજરાત અને ભારતના જીડીપીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અહીં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ અન્ય રાજ્યોના લોકો લાખોની સંખ્યામાં આવે છે માત્ર તે લોકો જ નહીં પરંતુ તેમના પરિવારના લોકો પણ ગુજરાતમાં રહે છે જેના કારણે આ સંખ્યા બમણી થઈ જાય છે અને આ સંખ્યા ઉપર જ રાજકારણીઓની નજર છે કારણકે આ લોકો જ સરકાર બનાવવા માટે નિર્ણાયક ભૂમિકામાં હોય છે દરેક નેતા ઉદ્યોગ ના વેપારીઓ અને શ્રમિકોને મળે છે અને તેમના મત હાંસલ કરવા માટે પ્રયત્નો કરતા હોય છે હાલ આ પ્રયત્નો ગુજરાતમાં જોર શોર માં જોવા મળી રહ્યું છે જંગી જનસભા સાથે રોડ શો જ નહીં પરંતુ ઉદ્યોગકારો સાથે અને શ્રમિકો સાથે સતત બેઠક ચાલી રહી છે અનેકવાર આવું થાય છે કે ઉદ્યોગપતિઓને નેતાઓ કહી દેતા હોય છે કે તમે તમારા કર્મચારીઓના મતો અમે અપાવો